________________ જ્ઞાનસાર ^^^, પામે છે, તેથી અહીં ભવ્હેગાષ્ટક કહેવામાં આવ્યું છે. તેમાં ભવ–મહાદેવ વગેરેના નામ તે નામભવ અથવા ભવ શબ્દથી બોલાવવા યોગ્ય તે નામભવ. સ્થાપનાભવ તે કાકાશ અથવા તેને આકાર. ભવભ્રમણમાં કારણભૂત ધન-સ્વજન વગેરે દ્રવ્યભવ. અને ચારગતિરૂપ અને જન્મમરણાદિ સ્વરૂપવાળે સંસાર તે ભાવભવ. ભવના સંબધે નયનું સ્વરૂપ આ પ્રમાણે છે. પ્રથમના નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપમાં પહેલાના ચાર નો પ્રવર્તે છે અને ભાવનિક્ષેપમાં શબ્દાદિ ત્રણ નો પ્રવર્તે છે. અહીં સંસારમાં મગ્ન થયેલા છેને ધમની ઈચ્છા થતી નથી. તેઓ ઈન્દ્રિથના સુખાસ્વાદમાં લીન થઈ ઉન્મત્તની પેઠે વિવેક વિનાના ભમે છે. દુઃખથી ઉદ્વેગ પામી દુઃખને દૂર કરવા માટે અનેક ઉપાયના ચિન્તનમાં વ્યગ્ર થઈને તેઓ ભુંડની પેઠે ભટકે છે. અત્યન્ત નિષ્ફળ આ સંસારસમુદ્રમાં સર્વસિદ્ધિ કરનાર ધમ સિવાય બીજું શું છે? પરંતુ સંસારસમુદ્રમાં માછલાં જેવા મિથ્યાત્વની વાસનાથી વાસિત થયેલા છે ઈન્દ્રિએના સુખને માટે શ્રીમત્ તીર્થકર ભગવંતને વંદનાદિ કરે છે. જન્મથી માંડીને કરેલું તપ ઉપવાસાદિ કષ્ટાનુષ્ઠાન નિયાણાના (ભેગની તીવ્ર અભિલાષાના) દોષથી હારી જાય છે, મેક્ષના કારણભૂત જૈન શાસનને ગણતા નથી, પરંતુ દેવગતિ વગેરેના સુખનું કારણ માને છે ઐશ્વર્ય આદિમાં વ્યામોહ પામે છે. તેથી સંસારથી ઉદ્વેગ પામવા યોગ્ય છે. જ્યાં આત્મિક સુખની હાનિ થાય છે એવા સંસારની અભિલાષા પુરુષો કેમ કરે ? એથી અહીં ભવનું સ્વરૂપ બતાવે છે–