________________ 40 ભહેગાષ્ટક ज्ञानी तस्माद् भवाम्भोधेनित्योद्विग्नोऽतिदारुणात् / तस्य संतरणोपायं सर्वयत्नेन काङ्क्षति // 5 // જેને મધ્યભાગ અગાધ છે એવા સંસારસમુદ્રનું અજ્ઞાનરૂપ વનથી બનેલું તળીઉં છે, જ્યાં સંકટરૂપ પર્વતેની શ્રેણી વડે ધાયેલા અને દુઃખે જઈ શકાય એવા વિષમ માર્ગો છે. (1) જ્યાં તૃષ્ણા-વિષયાભિલાષરૂપ મહાવાયુથી ભરેલા ક્રોધાદિ ચાર કષાયરૂપ પાતાલકલશે મનના વિકલ્પરૂ૫ વેલાની વૃદ્ધિ (ભરતી) કરે છે. (2) જ્યાં મધ્યભાગમાં સ્નેહ-રાગ (જળ)રૂપ ઈધનવાળે કંદર્પરૂપ વડવાનલ હંમેશાં મળે છે. જે (સંસારસાગર) આકરા રેગ-શોકાદિરૂપ માછલા અને કાચબા વડે ભરપૂર છે. (3) જ્યાં દુબુદ્ધિ-માઠી બુદ્ધિ, ગુણેમાં રોષ કરવારૂપ મત્સર, દ્રોહ-અપકાર કરવાની બુદ્ધિરૂપ વિજળી, ભયંકર વાયુ અને ગર્જના વડે સાંયાત્રિક (વહાણવટી) લોકે ઉત્પાતરૂપ સંકટમાં પડે છે. (4) એવા અત્યંત ભયંકર સંસાર સમુદ્રથી નિત્ય ભયભીત થયેલા જ્ઞાની તે ભવસમુદ્રને સર્વ પ્રકારના પ્રયત્નથી તરી જવાના ઉપાયને ઇચ્છે છે. (5) કર્મ વિપાકથી ઉદ્વિગ્ન થયેલે ભવ-સંસારથી ઉદ્વેગ 1 તમાલ્કતે. રાત=ભયંકર. મવામો =સંસારરૂપ સમુદ્રથી. નિત્યોઃિ =હંમેશાં ભયભીત થયેલા. જ્ઞાની જ્ઞાની પુરુષ. તસ્વ=તેને તળોમૅ=તરવાના ઉપાયને. સર્વજોન=સર્વ પ્રયત્ન વડે. તિ= ઇચ્છે છે. (5)