________________ જ્ઞાનસાર 337 નજીક રહેલી બીજી બધી ય સામગ્રી-કારણોજના થાકેલાની પેઠે રહે છે, પણ કાર્ય કરવાને ઉતાવળી થતી નથી. પરંતુ કર્મને વિપાક કાર્યના છેડા સુધી દડે છે. છેલું કારણ હોવાથી એ જ પ્રધાન કારણ છે. બધી ય કારણસામગ્રી પહેલાં થાકી ગયેલાની પેઠે રહે છે, પણ કાર્ય કરવાને સમર્થ થતી નથી. પરંતુ કમને વિપાક-ઉદય એ છેલું કારણ છે. તેથી તે કાર્યના અન્ય સુધી પ્રવર્તે છે. કારણ કે ઉપકરણ-સાધનરૂપ બાહ્ય સામગ્રી કર્મના ઉદયને આશ્રિત છે. તેથી કર્મને ઉદય બીજા કારણે કરતાં અધિક બલવાન છે. માટે કર્મને ક્ષય કરવા માટે પ્રયત્ન કરવા યોગ્ય છે. असावचरमावर्ते धर्म हरति पश्यतः / चरमावर्तिसाधोस्तु छलमन्विष्य हृष्यति // 7 // આ કર્મવિપાક ચરમ પુદ્ગલપરાવર્તથી પહેલાં અન્ય પુદગલપરાવર્તમાં દેખતાં છતાં ધર્મને હરે છે અને ચરમ પુદ્ગલપરાવર્તવાળા સાધુનું તે પ્રમાદરૂપ છિદ્ર- અન્તર્મર્મ ગવેષીને હર્ષ પામે છે-ખુશ થાય છે. આ કર્મવિપાક દેખતાં છતાં ચરમ પુદ્ગલપરાવર્તન પહેલાંનાં પગલપરાવર્તામાં વર્તતા આત્માના ધર્મને હરી લે છે અને છેલ્લા પુદ્ગલપરાવર્તમાં વર્તતા માર્ગનુસારી નિગ્રંથના છિદ્રને ખેળીને હર્ષ પામે છે. એટલે માર્ગોનુ 1 =આ કર્મવિપાક વર્તે છેલ્લા પુદ્ગલપરાવર્ત સિવાયના બીજા પુદ્ગલપરાવર્તામાં. પરતઃ દેખતાં હતાં. ધર્મ-ધર્મને. (રતિ=હરે છે. પરમાતાધોતુ=પણ ચરમ પુલ પરાવર્તામાં વર્તતા સાધુના. જીરું છિદ્રને. વિષ્ય શોધીને. હૃષ્યતિઃખુશ થાય છે. 22