________________ જ્ઞાનસાર 7 કોઈ એક આચાર્ય શ્યામકાન્તિવાળા અનેક લતાઓથી ઘેરાયેલા અનેક પક્ષીઓના નિવાસભૂત એક વનમાં પહોંચ્યા. પછી તેઓ વનની પુષ્પ અને ફળની શોભા જોઈને નિર્ગસ્થને કહે છે કે હે નિર્ગળે! આ વન જુઓ. આ પાંદડાં અને પુથી લચી પડેલા ગુલમો અને ફળે જે ચેતના લક્ષ સુવાળા છે તે જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, ચારિત્રમેહનીય, મિથ્યાત્વમેહનીય અને અન્તરાયના ઉદયથી દીન, હીન, દુઃખી, એકેન્દ્રિયપણાને પ્રાપ્ત થયેલા, ભયથી કંપતા, અસમર્થ, નિર્બળ, દુઃખથી હણાયેલા, રક્ષણ રહિત, શરણરહિત, જન્મમરણ સહિત અનુકંપાને યોગ્ય છે, મન, શ્રવણુ અને નેત્ર રહિત છે, એના ઉપર કણ અનુકંપા કરે? એમ કહીને સંવેગ ઉત્પન્ન કરીને આચાર્ય આગળ ચાલ્યા. તે નિર્ગથે પણ જ્ઞાનાવરણાદિ બંધના કારણની જુગુપ્સા કરતા આગળ ચાલ્યા. "अहह आया आयं हणइ आयगुणे संतए वि धंसेह। : रमइ विसए रम्मे चयइ नाणाइगुणभावे // " અરે! આત્મા આત્માને હણે છે, વિદ્યમાન એવા આત્મગુણેને પણ નાશ કરે છે, રમ્ય વિષમાં રમે છે અને જ્ઞાનાદિગુણોને ત્યાગ કરે છે. એમ વિચાર કરતાં જાય છે, તેટલામાં એક મોટું નગર આવ્યું. અનેક રીતે અને વારિત્રોના શબ્દ વડે અને વિવાહાદિ ઉત્સવ વડે દેવલેક સમાન, મૂઢ પુરૂષને રમણીય દેખાતા તે નગરને જોઈને આચાર્ય શ્રમણસંઘને કહે છેનિગ્રંથો! આજે આ નગરમાં મહરાજાની ધાડ પડી છે.