________________ 290 અનાત્મસાષ્ટક શબ્દનય દ્રવ્યથી ઔદયિક ભાવના સદાચાર, સત્યભાષા, સત્યમયેગાદિ અને સાધનભૂત સંવરના અધ્યવસા માં તથા શુદ્ધ નિમિત્તનું અવલંબન કરનાર પિતાના આત્માના પરિણામે માં અનાત્મપણું માને છે. સમભિરૂઢનય રૂપાતીત શુકલધ્યાન અને શેલેશીકરણાદિકમાં અનાત્યપણું માને છે, અને એવભૂતનય આત્માના પરિણામ રૂપ અનન્ત જ્ઞાન-દર્શનથી બીજું બધું અનાત્મરૂપ છે એમ માને છે. એમ પદાર્થોમાં અનાત્મપણું સમ્યગ્દષ્ટિને શ્રદ્ધાથી હોય છે, મુનિઓને ભેદજ્ઞાન વડે હોય છે, કેવલજ્ઞાનીને ભિન્ન ભાવ વડે હોય છે અને સિદ્ધોને સર્વથા પરવસ્તુના અભાવથી અનાત્મપણું છે, એમ શ્રદ્ધાથી સ્થાપન કરવા યોગ્ય છે અને તે કરવા ગ્ય છે. પરભાવનું કર્તાપણું, ભક્તાપણું, પરભાવને આશ્રય અને પરભાવને સંબન્ધ એ ચેતનનું કાર્ય નથી, માટે અહીં સાધનને અવકાશ છે. આત્મા જ સામાયિક છે અને આત્મા જ સામાયિકને અર્થ છે –ઈત્યાદિ અહંત ભગવંતના ઉપદેશને અનુસરવું. ગશાસ્ત્રમાં કહ્યું છે કે - अमृतस्य चिदानन्दरूपस्य परमात्मनः। निरञ्जनस्य सिद्धस्य ध्यानं स्याद् रूपवर्जितम् // 1 ભગવતી સૂત્રમાં ભગવંત પાર્શ્વનાથન અપત્ય કલાસવૈશિકપુત્ર સ્થવિર ભગવંતને પ્રશ્ન કરે છે કે “હે ભગવન! સામાયિક શું છે અને સામાયિકનો અર્થ (પ્રોજન) શું છે? તેના ઉત્તરમાં સ્થવિર ભગવંત કહે છે કે “આભા સામાયિક છે, આભા સામાયિકો અર્થ છે. કારણ કે સમ્યગ્દર્શનાદિ ગુણને પ્રાપ્ત થયેલો જીવ દ્રવ્યાથિક નયના મતે સામાયિક છે. જુઓ શ. 1 ઉ. 6,