________________ જ્ઞાનસાર 289 છે–તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યથી અનાત્મશંસા બે પ્રકારે છે. બાહ્ય અને અંતરંગ. બાહા લૌકિક અને લોકેત્તરના ભેદથી બે પ્રકારે છે. પિતાના ઉપભેગ આદિ પ્રજનના અભાવે પારકું ધન, પારકું ઘર અને પરસ્ત્રી વગેરે પદાર્થને વિશે “આ મારાં નથી એવા આગ્રહરૂપ બાહ્ય લૌકિક અનાત્મશંસા છે. ધન, સ્વજન અને શરીર વગેરે વિનાશી લેવાથી પરભવમાં સહાય કરનારા નથી, તથા દુખત્પત્તિનાં કારણ અને સ્વાર્થમાં તત્પર સ્વજને છે, તેથી તેઓમાં પરપણાની વિચારણારૂપ જ્ઞાન તે બાહ્ય કેત્તર અનાત્મશંસા છે. ભાવથી–અંતરંગથી શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારે અનાત્મશંસા છે. મોક્ષના અભિલાષપૂર્વક તામલિ તાપસના ત્યાગના જેવી કુખાવચનિક અનાત્મશંસા અશુદ્ધ અનાત્મશંસા છે અને સમ્યગ્દર્શનપૂર્વક તત્ત્વના વિવેકમાં ઉપયોગી સમ્યજ્ઞાન વડે આત્માના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી ભિન્ન ઉપાધિરૂપ બધું ય પર સ્વરૂપ છે, મારું સ્વરૂપ નથી” એવું વાસ્તવિક ભેદજ્ઞાન તે ભાવથી શુદ્ધ અનાત્મશંસારૂપ છે. અનાત્મશંસા આત્માથી પરવસ્તુને ભિન્ન જાણવારૂપ છે અને તેથી તત્ત્વજ્ઞાન થાય છે. - નિગમ, સંગ્રહ અને વ્યવહારનય અનિષ્ટ અજીવ પદાર્થમાં, જીવાશ્રિત કર્મના પુદ્ગલમાં, તે કર્મ પુદ્ગલના વિપાકમાં અને તેના નિમિત્તે ઉત્પન્ન થયેલ અશુદ્ધ વિભાવના પરિણામમાં અનાત્મપણું માને છે. જુસૂત્રનય અદ્ નિમિત્તને આધીન ચેતના અને વિયેના પરિણામવડે ભાવગરૂપ ચેતનાના વિકલ્પમાં અનાત્મપણું–પરપણું માને છે. - 19