________________ માનસાર 285 કરનાર મુનિને કમથી કરાયેલા આત્માના ગુણને ઘાત કરવાને ભય કયાંથી હોય? તાત્પર્ય એ છે કે જેણે નયના વિભાગ વડે સ્વ અને પર ભાવને નિર્ણય કર્યો છે તેને મહાદિને ભય નથી. तूलवल्लघवो मूढा भ्रमन्त्यभ्रे भयानिलैः। नै रोमापि तैनिगरिष्ठानां तु कम्पते // 7 // આકડાના રૂની પેઠે હલકા મૂઢ પુરુષો ભયરૂપ વાયુ વડે આકાશમાં ભમે છે. પરંતુ જ્ઞાન વડે અત્યંત ભારે એવા મહાપુરુષોનું એક રૂંવાડું પણ કમ્પતું નથી. તત્ત્વજ્ઞાનરહિત મૂઢ-અવિવેકી હલકા પુરુષ આકડાના રૂની પેઠે ભયરૂપ પવનની પ્રેરણાથી આકાશમાં ભમે છે, પણ જ્ઞાન વડે અત્યંત ભારે એવા પુરુષોનું ભયરૂપ પવનથી એક રૂવાડું પણ ફરકતું નથી. એથી સાત પ્રકારના ભયેમાંથી કોઈ પણ ભય આવી પડતાં પરભાવ અને આત્મસ્વરૂપના જ્ઞાનમાં વિવેકરહિત મૂઢબુદ્ધિવાળા પરવસ્તુના વિયોગના ભયથી ધ્રુજતા અહીં તહીં ભમે છે. જે અસં. ખ્યાત પ્રદેશરૂપ અનન્ત જ્ઞાનમય આત્માના સ્વરૂપનું અવલેકન કરનારા, જ્ઞાનથી ભારે થયેલા છે અને અવિનાશી ચિતન્યભાવથી રંગાયેલા છે તેઓને અધ્યવસાયરૂપ એક રેમ પણ કંપતો નથી. જે વસ્તુ નાશ પામવાના સ્વભાવવાળી 1 તૂટવ આકડાના રૂની પેઠે. ધવ =હલકા. મૂઠા =અવિવેકી જનો. માનિ=ભયરૂપ વાયુથી. આકાશમાં. અમેન્તિ=ભમે છે. (પણ) રાનપરિણાનાં=જ્ઞાન વડે અત્યન્ત ભારે એવા પુરૂષોનું પર્વ એક માપ રવાડું પણ ન જ ફરકતું નથી.