________________ શાનાર 219 પયયને વાચક ઘટ શબ્દ છે એમ માને છે. એમ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવસ્વરૂપ દ્રવ્ય અને ભાવ પ્રાણને ધારણ કરવારૂપ જીવત્વરૂપે વસ્તુતાએ વતતે જીવ છે એમ ઋજુસૂત્રનય માને છે. શબ્દનય ઘટ શબ્દના વર્તમાન સર્વ પર્યાયને ગ્રહણ કરે છે, પણ જીવના દેશ પ્રદેશને જીવરૂપ માનતા નથી. ઘટમાં ઘટના પર્યાય કલશાદિ શબ્દના અસંકમ-અપ્રવૃત્તિરૂપ સમભિરૂઢનય છે. જીવના અન્ય પર્યાયમાં અસંક્રમ (અપ્રવૃત્તિરૂપ) સ્વપર્યાયનો વાચક જીવ શબ્દ છે એમ સમભિરૂઢનય માને છે. એવભૂતનય જ્ઞાન-દર્શનના સંપૂર્ણ પર્યાયની પ્રવૃત્તિમાં વર્તતો જીવ છે એમ કહે છે. તત્ત્વાર્થની ટીકામાં કહ્યું છે કે “અંશગ્રાહી મૈગમનય વડે સામાન્યગ્રાહી સંગ્રહનય વડે, વિશેષગ્રાહી વ્યવહારનય વડે, વર્તમાન વસ્તુગ્રાહી આજુસૂવનય વડે, વર્તમાન ભાવરૂપ વસ્તુ ગ્રહણ કરનાર શબ્દનય વડે, દરેક શબ્દના ભિન્ન અર્થને ગ્રહણ કરનાર સમભિરૂઢનય વડે અને પિતા પોતાના ક્રિયાવિશિષ્ટ પર્યાયને ગ્રહણ કરનારા એવભૂતનય વડે અનેક જીવાજીવાદિ તત્ત્વને વિષે વિચાર થાય છે તે તત્ત્વાર્થની ટકાથી જાણુ. - જ્ઞાન સંબધે નયને વિચાર કરવામાં આવે છે-નૈગમ નય વડે એ કેન્દ્રિયની અવસ્થામાં અક્ષરના અનન્ત ભાગરૂપ ચેતનાને અંશ છે તે જ્ઞાન કહેવાય છે. સંગ્રહાયથી સામાન્ય સત્તામાં રહેલ જ્ઞાનને પરિણામ જ્ઞાન કહેવાય છે. વ્યવહાર નયથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન મળી આઠ પ્રકારના