________________ 248 માધ્યસ્થાષ્ટક વસ્તુ સંબધી જ્ઞાનના વિશે(ભેદ) છે. તેને ઉદાહરણ દ્વારા સમજાવે છે-“ઘટ” એમ કહેવાથી લોકપ્રસિદ્ધ કુંભારની ચેષ્ટાથી બનેલ, વિશાલ, તળ અને પેટ વગેરે આકારવાળો, પાણી, ઘી, દૂધ વગેરેને લાવવા અને લઈ જવામાં સમર્થ, ભઠ્ઠીમાં પકાવવા વગેરે કિયાથી ઉત્પન્ન થયેલ દ્રવ્યવિશેષ ઘટ છે. તે સામાન્ય ઘટને અને સુવર્ણ, માટી અને રૂપા વગેરેના વિશેષ ઘટને અભેદપણે ગ્રહણ કરનાર નિગમનાય છે. તે સંકલ્પ, ગ્યતા અને વસતિ વગેરેને ગ્રહણ કરનાર જ્ઞાનવિશેષ વડે ઘટને જાણે છે, તેમ લોકપ્રસિદ્ધ ચેતના અને યોગના વ્યાપારરૂપ ચેષ્ટાવાળો, શરીરાકારે રહેલા અસંખ્યાતા પ્રદેશ વાળો, અનેક સંસ્થાનરૂપ, આહાર-વિહારાદિ કિયા કરવામાં સમર્થ, મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકરૂપ, જ્ઞશરીરાદિ તથા અપર્યાપ્તાદિ સમગ્ર પર્યાયાદિ વિશિષ્ટ દ્રવ્યવિશેષ જીવ છે એમ જાણે છે. એક ઘટમાં અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ તથા અતીત, અનાગત અને વર્તમાન પર્યાયરૂપ ઘટમાં સામાન્યરૂપે ઘટનું જ્ઞાન થવું તથા એક જીવમાં કે અનેક જીવોમાં અને તેના ત્રિકાલવતી પર્યા માં, સૂક્ષ્મ નિગોદથી આરંભી સિદ્ધ પર્યન્ત બધા જીવમાં, તેના જ્ઞશરીર અને ભવ્ય શરીરમાં સભાનપણે જીવની સત્તા ગ્રહણ કરનાર જ્ઞાનવિશેષ તે સંગ્રહનયને અધ્યવસાય-નિશ્ચય છે. અધિકપણે નિશ્ચય થાય જે વડે તે અધ્યવસાય કહેવાય છે. વ્યવહારનય જળ લાવવા લઈ જવાના વ્યવહારને યોગ્ય ઘટને ઘટરૂપે માને છે, તેમ સુખદુઃખાદિને જાણવા આદિ વ્યવહારમાં તત્પર છવને આવરૂપે માને છે. જુસૂત્રનય વર્તમાન નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવઘટની ચેષ્ટાદિ