________________ માનસાર નય એ શો પદાર્થ છે? નીયન્ત-કન્તિ તિ ન જે ભિન્ન ભિન્ન અભિપ્રાયરૂપે દેખાડાય તે ન. એટલે જે છાદિ પદાર્થને સામાન્યાદિરૂપે અંશતઃ પ્રકાશિત કરે તે નય. પિતાને ઈષ્ટ યુક્તિઓ વડે આત્મામાં તે તે અર્થને પ્રાપ્ત કરાવે છે, માટે ન પ્રાપક કહેવાય છે. આત્માને તે તે પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન કરે છે માટે કારક કહેવાય છે. અપૂર્વ અર્થને સાધે છે એટલે પરસ્પર ભેદરૂપ જ્ઞાન ઉત્પન્ન કરે માટે ન સાધક છે. નિશ્ચિત એવા પિતાના અભિપ્રાયથી ઉત્પન્ન થયેલા અધ્યવસાય નિવૃત્ત થતા નથી માટે નિર્વક કહેવાય છે. વસ્તુના અંશને જણાવનાર હોવાથી નિભંસક કહેવાય છે. વિશિષ્ટ પશમની અપેક્ષાએ અત્યન્ત સૂમ એવા તે તે પદાર્થોને જણાવે છે માટે નયે ઉપલંભક કહેવાય છે. પિતાના અભિપ્રાયથી વસ્તુને સ્પષ્ટ કરે છે માટે વ્યંજક કહેવાય છે. અહીં કર્તા અને ક્રિયાને અત્યન્ત ભેદ નથી, કારણ કે સ્વતંત્ર હવાથી તે જ પદાર્થ કર્તા છે એમ કહેવાય છે અને તે જ પદાર્થ સાધ્યરૂપે વતતે હોય ત્યારે કિયા કહેવાય છે, માટે કર્તા અને ક્રિયાને અત્યન્ત ભેદ નથી. આ વસ્તુના આંશિક જ્ઞાનમાં પ્રવૃત્ત થયેલા નગમાદિ નો ભિન્ન ભિન્ન દર્શને છે, કે જિનવચનને વિભાગ કરનારા પિતાની બુદ્ધિના ભેદ વડે પ્રવૃત્ત થયેલા સ્વતન્ય સાત પક્ષે છે? આચાર્ય ઉત્તર આપે છે કે-એ ભિન્ન ભિન્ન દશને નથી, તેમ બુદ્ધિભેદથી પ્રવર્તેલા પક્ષે પણ નથી, પણ જીવાદિ ણેય પદાર્થના કે વાચ્ય ઘટપટાદિ પદાર્થના વિજ્ઞાનના પ્રકારે છે. તાત્પર્ય એ છે કે અનેક ધર્માત્મક વસ્તુનું અનેક પ્રકારના જ્ઞાન વડે નિરૂપણ કરવામાં આવે છે, માટે