________________ માધ્યસ્થાપક વિશેષરૂપે સેનાને, માટીને કે રૂપાને શ્વેત વર્ણને ઘટ છે–ઈત્યાદિ વિશેષ ઘટનું નિરૂપણ કરે છે ત્યારે તે દેશગ્રાહી ગમ કહેવાય છે. સંગ્રહ–હવે સંગ્રહનયના અવયવને અર્થ કહે છે. સામાન્ય અને વિશેષરૂપ અને અભેદરૂપે ગ્રહણ કરવારૂપ અધ્યવસાય સંગ્રહ નય કહેવાય છે. અભેદરૂપે ગ્રહણ કરવાનું આ રીતે જાણવું. નિગમ ન માનેલા સામાન્યવિશેષને એક કરીને સંગ્રહ નય સત્તાસ્વરૂપ કેવળ સામાન્યને જ સ્વીકારે છે. કારણ કે સત્તાથી વિશેષ ભિન્ન નથી. વ્યવહાર-હવે વ્યવહારનયનું લક્ષણ કહે છે-લૌકિકસમ, બહુ પ્રકારના ઉપચારવાળો અને વિસ્તૃત વિષયવાળો વ્યવહાર નય કહેવાય છે. લૌકિક પુરુષોના જેવો વ્યવહાર નાય છે. જેમ કે વિશેષરૂપ ઘટાદિ વડે વ્યવહાર કરે છે, તેમ વ્યવહારનય પણ વિશેષ વડે વ્યવહાર કરે છે માટે લૌકિક જેવો કહેવાય છે. અન્ય સ્થળે સિદ્ધ વસ્તુને અન્ય સ્થળે આરેપ કરે તે ઉપચાર. જેમકે કુંડી કરે છે, રસ્તે જાય છે. કુંડીમાંનું પાણી ઝરે છે તો પણ કુંડી ઝરે છે એમ કહેવાય છે. રસ્તામાં પુરૂષ જાય છે છતાં “રસ્તે જાય છે એમ કહેવાય છે. માટે બહુ ઉપચારવાળે વ્યવહારનય છે. તથા સંકલ્પાદિ અનેક અર્થવાળો હોવાથી વિસ્તૃત વિષયવાળે વ્યવહારનય છે. ઋજુસૂવ-જુસૂત્રનયની વ્યાખ્યા કરે છે. વિદ્યમાન વર્તમાન અર્થોને ગ્રહણ કરનાર શબ્દ અને અવધરૂપ જુસૂત્રનય છે. આ નય વિદ્યમાન અને ગ્રહણ કરે છે