________________ શાનમાર પણ આકાશપુષ્પના જેવા અવિદ્યમાન અર્થને ગ્રહણ કરતે નથી. વિદ્યમાન છતાં પણ વર્તમાન અને ગ્રહણ કરનાર શબ્દ અને તેનું જ્ઞાન તે અનુસૂત્ર નય છે. તાત્પર્ય એ છે કે વ્યવહારનયે માન્ય કરેલા વિશેને આશ્રય કરતે વિદ્યમાન–વતમાનક્ષણવતી પદાર્થને સ્વીકાર કરે છે, અને વર્તમાન શબ્દને સ્વીકાર કરે છે, ભૂત અને ભવિષ્યને સ્વીકારતા નથી. કારણ કે વર્તમાન શબ્દ વડે ભૂત અને ભવિષ્યને કોઈ પણ પદાર્થ કહી શકાતો નથી. તથા વતમાન જ્ઞાનને સ્વીકાર કરે છે, ભૂત અને ભવિષ્ય જ્ઞાનને સ્વીકાર કરતા નથી. કારણ કે અતીત અનાગત જ્ઞાન વડે પદાર્થના સ્વભાવને નિશ્ચય થઈ શકતું નથી. તેથી વસ્તુનું નામ અને જ્ઞાન વર્તમાનરૂપે સ્વીકારનાર અધ્યવસાય તે જુસૂત્ર. શબ્દ-પથાર્થરૂપ અર્થને કહેનાર શબ્દનાય છે. કારણ કે નામ, સ્થાપના અને દ્રવ્ય રહિત ભાવરૂપ ઘટાદિ પદાથ યથાર્થ કહેવાય છે. તેને કથન કરવારૂપ શબ્દને આશ્રયી જે અધ્યવસાય તે શબ્દ નય. તે વર્તમાન, પિતાના સ્વરૂપભૂત ભાવ ઘટને જ આશ્રય કરે છે, બીજાને આશ્રય કરતું નથી. શબ્દનયના ત્રણ પ્રકાર છેઃ 1 સાપ્રત, 2 સમભિરૂઢ અને 3 એવભૂત. સામ્પ્રત-નામાદિને વિષે પૂર્વે પ્રસિદ્ધ એવા શબ્દથી અર્થને વિષે બોધ થવો તે સામ્પત નય કહેવાય છે. ભાવાર્થ એ છે કે વિશિષ્ટ વર્તમાન પર્યાયને પ્રાપ્ત થયેલા નામાદિને વિશે જે શબ્દ વાચકરૂપે પ્રસિદ્ધ છે એવા ભાવરૂપ અને