________________ જ્ઞાનસાર યદચ્છા (સ્વેચ્છાપૂર્વક પ્રવર્તત) શબ્દ નથી, પણ બધા કિયાવાચક શબ્દો છે. તેથી ઘટનચેષ્ટા કરતે હોય તે ઘટ, કુટિલતા-વકતા યુક્ત હોય તે કુટ, અને દૈત્યના નગરને નાશ કરવામાં પ્રવૃત્ત થયેલ પુરંદર, તથા દંડના સંબન્ધને અનુભવ કરતે હોય તે દંડી કહેવાય. જે એમ ને માનીએ તે વ્યવહારને લેપ થાય. જ્યાં નિમિત્તરૂપ કિયા ન હોય ત્યાં તેને અર્થ નથી. અર્થાત્ સેવા કરતે હોય ત્યારે સેવક અને રસોઈ કરતો હોય ત્યારે રસ કહેવાય. અન્ય કિયા સમયે સેવક અને રસોયે ન કહેવાય. હવે નાની તેનાં અવયના વિભાગ કરીને વ્યાખ્યા કરવામાં આવે છે. નિગમ-નિરાતે રાવ્યા જેવું જ્યાં શબ્દ ઉચ્ચારાય તે નિગમ એટલે દેશ કહેવાય. તે દેશમાં ઉચ્ચારેલા ઘટાદિ શબ્દ અને તેને જળને ધારણ વગેરે કરવામાં સમર્થ ઘટારિરૂપ અર્થ છે. એમ ઘટાદિ શબ્દના વાચ્ય ઘટાદિરૂપ અને અવધ થાય તે નિગમ નય. અર્થાત્ ઘટ શબ્દથી આ ઘટરૂપ અર્થ કહેવાય છે, આ ઘટરૂપ અથને આ ઘટ શબ્દ વાચક છે એવા પ્રકારને અધ્યવસાય તે નિગમ નય. તે નય સામાન્ય અને વિશેષનું ગ્રહણ કરતા હોવાથી તેના દેશગ્રાહી-વિશેષગ્રાહી અને સમગ્રગાહી–સામાન્યગ્રાહી એ બે ભેદ છે. જ્યારે આ નય સ્વરૂપથી ઘટનું નિરૂપણ કરે છે ત્યારે સર્વ સમાન વ્યક્તિમાં રહેલા “ઘટ” એવા નામ અને ઘટાકાર પ્રતીતિનું કારણ સામાન્ય ઘટને આશ્રય કરે છે તેથી તે સમગ્રગાહી નિગમ નય છે. તથા