________________ 26 માધ્યસ્થાપક રૂપ પ્રવૃત્તિનિમિત્તના ભેદથી તે બન્ને જુદા છે. તેમ પ્રકૃતિ (મૂળ શબ્દ) અને પ્રત્યયથી ગ્રહણ કરેલ પ્રવૃત્તિનિમિત્તના ભદથી શક અને ઈન્દ્ર શબ્દ બન્ને એકાર્થક નથી, કારણ કે બળદ અને ઘડાની પેઠે બન્નેના શક્તિ અને ઐશ્વર્યરૂપ પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન છે. યથાર્થ પ્રતીતિ થવાથી અને લોકમાં રૂઢિ હોવાને લીધે ઇન્દ્ર શબ્દના પુરન્દરાદિ પર્યાયે છે, એ માનવું પણ અયુક્ત છે. કારણ કે જો એમ હોય તે સામાન્ય અને વિશેષવાચી શબ્દ પણ પર્યાય શબ્દો ગણાય. જેમ “પીપળે' કહેવાથી પ્રથમ વૃક્ષના અસ્તિત્વની પ્રતીતિ થાય છે. અસ્તિત્વની યથાર્થ પ્રતીતિ થતી હોવાથી બીજી સંજ્ઞાની કલ્પના કરવામાં આવે તે અહીં પણ કહેલા અર્થથી નહિ કહેલા અર્થની પ્રતીતિ થતાં તે બન્ને શબ્દો પર્યાયરૂપ થવાને પ્રસંગ પ્રાપ્ત થશે. જેમકે વિરા, પબ્લીઘરમાં પ્રવેશ કર અને પિંડ ખા' એવો અધ્યાહારથી નિર્ણય થાય છે. તથા જ્યાં કઈ પણ ક્રિયાપદને પ્રયોગ ન કર્યો હોય ત્યાં ત્રીજા પુરુષમાં અસ્તિ’ ક્રિયાપદને અધ્યાહાર થાય છે. તેથી “પીપળો વૃક્ષ છે એમ જાણી શકાય છે. માટે “તિ એ પીપળાને પર્યાય થશે. માટે પર્યાય શબ્દના અર્થને ભેદ માનવો ગ્ય છે. દન્તી અને હસ્તીને એકાર્થિક માનીએ તે દન્ત અને હસ્ત–સુંઢને પણ એકર્થક માનવાને પ્રસંગ આવશે. એમ અન્યની સંજ્ઞા વડે અન્ય અર્થનું પ્રતિપાદન કરવું અયોગ્ય છે. એવંભૂત-પ્રવૃત્તિનિમિત્તરૂપ ક્રિયાને લીધે શબ્દની અર્થમાં પ્રવૃત્તિ થાય તે એવંભૂતનય. આ નયના મતે કઈ