________________ સામસાર તત્ત્વનું કારણ શબ્દ જ છે. તવાર્થમાં શબ્દનયના ત્રણ ભેદ છે–સાત, સમભિરૂઢ અને એવભૂત. સામ્પ્રત-વર્તમાન ભાવરૂપ વસ્તુને સ્વીકારે છે માટે સામ્મતનય કહેવાય છે. એટલે વર્તમાન ક્ષણમાં રહેલી વસ્તુ સંબન્ધી અધ્યવસાય-નિશ્ચય તે સાંપ્રત અથવા સામ્પ્રતિક કહેવાય છે. અનુગદ્વારાદિ સૂત્રોમાં શબ્દનયના જુદા કથન વડે તેની ભિન્ન વ્યાખ્યા કરવામાં આવી છે. અર્થાત્ તેમાં સાત મૂળ નાનું પ્રતિપાદન કરેલું હોવાથી શબ્દનયની મૂળ નયમાં ગણના કરી છે. સમભિરૂઢજે જે શબ્દ કહેવામાં આવે તેના ભિન્ન ભિન્ન અર્થને આશ્રય કરે તે સમભિરૂઢ. એટલે શબ્દપર્યાયના ભેદે ભિન્ન અર્થને સ્વીકાર કરનાર સમભિરૂઢ નય કહેવાય છે. તે નય કહે છે કે લિંગ વગેરેના ભેદથી પરસ્પર વિરુદ્ધ હોવાને લીધે રક્ત અને નીલની પેઠે અર્થને ભેદ માનવામાં આવે તે શબ્દના ભેદથી અર્થને ભેદ કેમ ન માન? કારણ કે શબ્દ વડે વ્યુત્પત્તિદ્વારા અર્થ કહેવાય છે. આવા પ્રકારની વ્યુત્પત્તિ થાય છે માટે તેને આ અર્થ છે. જયાં વ્યુત્પત્તિને ભેદ છે ત્યાં અર્થને ભેદ માનવ જઈએ, પૂર્વના સામ્પ્રત-શબ્દનયથી તે ઈન્દ્ર, શક વગેરેને એક કરીને કહેવામાં આવે છે, પરંતુ તે અવાસ્તવિક છે. કારણ કે ઘટ અને અગ્નિની પેઠે તે બન્નેનાં ભિન્ન પ્રવૃત્તિનિમિત્ત છે. તેથી બન્નેની એકતાને સ્વીકાર કરવો તે અવાસ્તવિક છે. એમ ઘટ અને કુટમાં પણ ચેષ્ટા અને કુટિલતા (વક્રતા)