________________ 47 જ્ઞાનસાર वसुहागासं चकं सरूवमिच्चाइ संनिहाणं / / . कुंभस्स तं पि कारणमभावओ तस्स जदसिद्धी // ઘટને આધાર ચાક છે, ચાકને પણ આધાર પૃથ્વી છે, તેને આધાર આકાશ છે અને તે પોતાના સ્વરૂપમાં રહેલું હોવાથી તેને આધાર પિતાનું સ્વરૂપ છે ઈત્યાદિ નજીક અને પરંપરાએ ઘટના આધારની વિવક્ષા કરીએ તે બધાં તેનાં કારણ છે. કારણ કે તેના અભાવે ઘટની ઉત્પત્તિ થતી નથી. એ પ્રમાણે આત્મા સંબધે પણ જાણવું. જેમકે આત્મા પિતાના જ્ઞાન, દર્શન, રમણતા અને અનુભવરૂપ ગુણેને કર્તા છે. તે ગુણેની પ્રવૃત્તિ તે કાર્ય. સત્તામાં રહેલા આવરણરહિત ગુણે કરણરૂપ છે. તે ગુણેના ઉત્પાદ પર્યાયરૂપ પરિણામના આવિર્ભાવનું દાનપાત્ર થવાથી તે સંપ્રદાન તે જ જ્ઞાનાદિ પર્યાયોમાં પૂર્વના પર્યાયને નાશ થવાથી અપાદાન અને સમસ્ત ગુણપર્યાયેના આશ્રયભૂત આત્માના અસંખ્યાતપ્રદેશરૂપ ક્ષેત્ર તે આધાર. એમ સર્વકાર્યની નિષ્પત્તિરૂપે પરિણમેલા છ કારકોનું જ્ઞાન તે સવિવેક અને સવિવેકવાળાને સર્વ વિષમતાને અભાવ થાય છે. એ પ્રમાણે લેક અર્થ કહ્યો. હવે પ્રસંગને અનુસરી કહીએ છીએ–આત્મપરિણામની કવરૂપ આત્મશક્તિને પરિણામ તે કારકપણું. તે પરિણામ હમેશાં આવરણ રહિત હોવા છતાં બન્ધ કાર્યના કર્તાપણે કર્મરૂપ પરિણામને કર્તા છે. સમ્યજ્ઞાનોપયોગ વડે ગ્રહણ કરેલા સ્વરૂપને અભિલાષી થઈ પોતાના ગુણોને પ્રગટાવવારૂપ સ્વસાધનના કાર્યને કર્તા થતાં પૂર્ણનન્દરૂપ સિહ૫