________________ 246 વિવેકાષ્ટક માનવું. જે કમને કારણ ન માનવામાં આવે તે “જોરીતિ –જે કરે તે કારક એવી વ્યુત્પત્તિ થતી હોવાથી છ કારક ઘટી શકે નહિ. देओ स जस्स तं संपयाणमिय त पि कारणं तस्स / होइ तदत्थित्ताओ न कीरए त विणा जं सो। તે ઘટાદિ નવીન પર્યાય (કાય) જેને આપવાનું છે તે તેના પ્રતિ સંપ્રદાન કહેવાય છે. તે સંપ્રદાન પણ કાર્યનું કારણ છે. કારણ કે તેને કઈ અથીર હોવાથી તે નવીન પર્યાયરૂપે થાય છે. જે તેને કઈ અથી ન હોય તે નવીન પર્યાયરૂપે કાર્યની ઉત્પત્તિ ન થાય. તાત્પર્ય એ છે કે નવીન પર્યાયને કઈ પણ ગ્રહણ કરનાર હોવાથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. भूपिंडावायाओ पिंडो वा सकरादवायाओ। चकमहावाओ वाऽपादाणं कारणं तं पि // પૃથ્વીથી પિંડને અપાય-વિશ્લેષ થતાં સ્થિર હેવાથી પૃથ્વી અપાદાન છે, મૃતપિંડથી શર્કરા-કાંકરા વગેરે જુદા થતાં સ્થિર હોવાથી પિંડ અપાદાન છે. અથવા ઘટને અપાય-વિયોગ થવાથી ચક્ર-ચાક અથવા ભઠ્ઠી અપાદાન છે. તાત્પર્ય એ છે કે પૃથ્વીથી પિંડ જુદો થતાં પૃથ્વી ધ્રુવ છે માટે પૃથ્વી અપાદાન છે. અથવા વિવક્ષાને લીધે માટીના પિંડથી કાંકરા જુદા થવાથી પિંડ ધ્રુવ છે માટે અપાદાન છે, અથવા ચાક અને ભઠ્ઠીથી ઘટ જુદે થતાં સ્થિર હવાથી ચાક અને ભઠ્ઠી અપાદાન છે.