________________ જ્ઞાનસાર ઉ –તમારી શંકા યોગ્ય છે, પરંતુ “મવિનિ મૂતસુપવા ભાવી પદાર્થમાં ભૂતના જે આરોપ થાય છે. એ ન્યાયે બુદ્ધિકલ્પિત અને ઉત્પન્ન થતા ઘટને અભેદ હેવાથી દોષ નથી. સ્થાસ, કેશ ઈત્યાદિ આકૃતિ કરવાના સમયે “શું કરે છે એમ કેઈ કુંભારને પૂછે તે તે ઘટ કરું છું એવો ઉત્તર આપે છે. કારણ કે તેણે બુદ્ધિકલ્પિત ઘટની સાથે ઉત્પન્ન થવાના ઘટની એકતાને નિર્ણય કરેલો છે. અથવા જે સ્વરૂપના લાભને (ઉત્પત્તિને) એગ્ય છે તેને જ ઉત્પન્ન કરી શકાય છે. તે માટે કરી શકાય તેવું હોવાથી કાર્ય પણ પિતાનું કારણ થાય છે. માટે અવશ્ય કર્મને પણ કારણ માનવું જોઈએ. કારણ કે બધાં કારણે મળવા છતાં પણ કુંભાર આકાશને માટે પ્રયત્ન કરતા નથી, પરંતુ પ્રસ્તુત ઘટરૂપ કાર્ય માટે તેનો પ્રયત્ન છે. માટે ઘટની સાથે ઘટ કરવાની ક્રિયાને નિયત સંબંધ હોવાથી કાર્ય પણ પિતાનું કારણ છે. એ બાબતને જ વિચાર કરે છે-કુંભાર, ચાકડે, દેરી વગેરે જે બાહ્ય નિમિત્તો છે તેની અપેક્ષાએ ક્રિયા કરવાને સમયે અંતરંગ બુદ્ધિથી વિચારેલ કાર્ય પિતાનું કારણ થાય છે, અન્યથા જે બુદ્ધિથી પૂર્વે નહિ વિચારેલું કાર્ય કરે તે કાર્ય કરવાના સમયે વિચાર કર્યા સિવાય શૂન્યમનથી આરંભને વિપર્યાસ થાય એટલે ઘટનાં કારણે મળવા છતાં પણ અન્ય કઈક શકરા વગેરે કાર્ય થઈ જાય. અથવા કાર્યને અભાવ થાય, અર્થાત્ કંઈ પણ કાર્ય ન થાય. તેથી બુદ્ધિમાં ક૯પેલું કાર્ય પિતાનું કારણ થાય છે એમ માનવું જોઈએ. વધારે શું કહેવું? જ્યાં જ્યાં જે જે રીતે યુક્તિથી ઘટે તે તે પ્રકારે બુદ્ધિમાને કમને કારણ