________________ જ્ઞાનસાર 239 કે અસંયમમાં પડતું નથી. અધ્યાત્મસ્વરૂપની એકતાને અનુભવ કરવામાં પ્રવૃત્ત થએલે પરભાવનું ચૂર્ણ કરવામાં ચક્રવતી જ છે. માટે સમસ્ત પરભાવના ઉન્માદને દૂર કરવામાં સમર્થ શુદ્ધ આત્મજ્ઞાનની રમણતાના અનુભવમાં પ્રયત્ન કરવા ગ્ય છે, પણ વર્તમાન પરભાવની પરિણતિમાં યત્ન કરવા યોગ્ય નથી. એ હેતુથી અપૂર્વકરણમાં પ્રવેશેલા મુનિને અનેક ત્રાદ્ધિને લાભ થાય તે પણ તેમાં તેને આસક્તિ થતી નથી. સર્વ નવીન ગુણોની પ્રાપ્તિમાં અપૂર્વકરણ થાય છે. તે નવા ગુણે પ્રાપ્ત કરતાં ગુણશ્રેણિ થાય છે. કહ્યું છે કે– सम्म-दर-सव्वविरई अणविसंजोय-दसंखवगे य। મોહમ-સન્ત–વશે વન–વોની- પુરી પંચમ વર્મ. જે. 82. સમ્યત્વની પ્રાપ્તિમાં પ્રથમ ગુણશ્રેણી, દેશવિરતિની પ્રાપ્તિ નિમિત્તક બીજી ગુણશ્રેણી, સર્વવિરતિની પ્રાપ્તિ નિમિત્તક ત્રીજી ગુણશ્રેણી, અનન્તાનુબંધીની વિસયેજના કરનારને 1 ઉદયસમયથી આરંભી પ્રતિસમય અસંખ્યગુણ અસંખ્યગુણ કર્મ પુલોની રચના તે ગુણશ્રેણિ કહેવાય છે. તાત્પર્ય એ છે કે પ્રથમ સમયે ઉપરની સ્થિતિથી કર્મપુદ્ગલો ઉતારીને ઉદયસભયથી માંડી અન્તર્મુહૂર્ત કાલમાં ઉત્તરોત્તર અસંખ્યગુણા અસંખ્ય ગુણ અધિક કર્મ પુદગલો નાંખે છે. તેમજ બીજા સમયે પણ તેના કરતાં પણ અસંખ્યાતગુણ કર્મપુગો ઉપરની સ્થિતિમાંથી લઈ અન્તર્મુહૂર્ત કાલમાં પૂર્વના ક્રમથી નાખે છે. એમ ત્રીજા સમયે, ચોથા સમયે, યાવત અન્તર્મુહૂર્ત સુધી તેમ કરે છે. એ ગુણશ્રેણિ કહેવાય છે. ઉત્તરોત્તર ગુણશ્રેણિમાં પૂર્વ કરતાં અસંખ્યગુણ અસંખ્યગુણ કર્મની નિરા કરે છે,