________________ વિવેકાણા ચેથી ગુણશ્રેણી, દર્શનમોહનીય ક્ષય કરવામાં પાંચમી ગુણશ્રેણી, મોહનીયને ઉપશમ કરનાર ઉપશમણિમાં અનિવૃત્તિ બાદર અને સૂમસં૫રાયગુણસ્થાનકે વર્તતો હોય ત્યારે છકી ગુણશ્રેણિ, ઉપશાન્તાહ ગુણસ્થાનકે સાતમી ગુણશ્રેણિ, મેહનીય ક્ષય કરનાર ક્ષપકશ્રેણિમાં નવમાં અને દશમા ગુણસ્થાનકે આઠમી ગુણશ્રેણિ, બારમા ગુણસ્થાનકે ક્ષીણમેહને નવમી ગુણશ્રેણિ, સગી કેવલીને દશમી ગુણશ્રેણિ અને અગકેવલી ને અગિયારમી ગુણશ્રેણિ હોય છે. એમ અગિયાર ગુણશ્રેણિ છે. તેમાં પ્રથમ સમ્યકત્વ ગુણશ્રેણિમાં ત્રણ કરણ થાય છે. બાકીની દસ ગુણશ્રેણિમાં અપૂર્વકરણ અને અનિવૃત્તિરૂપ બે કરણ થાય છે. એમ અપૂર્વ એવા અપૂર્વ કરણ ઉપર ચઢવાથી કમરને નાશ થાય છે. અને અપૂર્વ પ્રશમ સુખની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે-“સાતા, દ્ધિ અને રસના ગૌરવરહિત મુનિ અન્યને દુર્લભ ત્રાદ્ધિ-લબ્ધિની વિભૂતિને પામીને પ્રથમ 1 અહીં દેવચંદજી મહારાજે જ્ઞાનમંજરીમાં સમ્યકત્વપ્રાપ્તિનિમિત્ત ગુણશ્રેણિમાં ત્રણ કરણ અને બાકીની દસ ગુણણિમાં અપૂર્વકરણ અને નિવૃત્તિકરણ એ બે કારણે થાય છે એમ કહ્યું છે તે વાસ્તવિક નથી. પરંતુ કર્મપ્રકૃતિ વગેરેમાં કહ્યું છે કે પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિમાં અનતાનુબન્ધિની વિસંયોજનામાં દર્શનમોહનીયની ક્ષપણામાં, મોહનીય કર્મને ઉપશમમાં અને ચારિત્રમેહનીયની કૃપણામાં ત્રણે કરણ થાય છે દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિમાં યથાપ્રવૃત્તિ અને અપૂર્વકરણ એ બે કરણ થાય છે. ઉપશાનમેહ, ક્ષીણહ સંયોગી અને અયોગી ગુણશ્રેણિમાં કોઈ પણ કારણ નથી.