________________ 230 વિવેકાષ્ટક એ છે કે મિથ્યાજ્ઞાનરૂપ અન્ધકારને નાશ થતાં સમ્યગ્દષ્ટિ, આત્માઓ આત્માને વિષે પરમાત્મસ્વરૂપને જુએ છે. તેથી જ અનેક પ્રકારના ઉપગ વડે શાસ્ત્રના અભ્યાસથી તત્ત્વની પરીક્ષા વડે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા યોગ્ય છે. યથાર્થ આત્મસ્વરૂપના જ્ઞાનરૂપ વિદ્યા અત્યન્ત ઉપકારક છે એમ જાણવું. 15 विवेकाष्टक कर्म जीवं च संश्लिष्टं सर्वदा क्षीरनीरवत् / विभिन्नीकुरुते योऽसौ मुनिहंसो विवेकवान् // 1 // દૂધ અને પાણીની પેઠે જ્ઞાનાવરણાદિ કર્મ અને જીવ સદા એકઠાં મળેલાં છે. તેને જે સાધુરૂપ રાજહંસ લક્ષણ આદિના ભેદથી ભિન્ન કરે તે વિવેકનંત કહેવાય છે. જીવ અને અજીવનું જે ભેદજ્ઞાન તે વિવેક, તત્ત્વવિદ્યા સ્વ–પરના ભેદ જ્ઞાનરૂપ વિવેક વડે સ્પષ્ટ થાય છે, તેથી વિવેકને અભ્યાસ કરવા યોગ્ય છે. વિવેચન કરવું એટલે હેય અને ઉપાદેયની પરીક્ષા કરવી તે વિવેક. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યવિવેક લૌકિક અને કેત્તર એમ બે પ્રકાર છે. ધન મેળવવામાં, રાજનીતિમાં અને કુળની નીતિમાં કુશળ મનુષ્યને લૌકિક દ્રવ્ય વિવેક હોય છે. લોકોત્તર દ્રવ્યવિવેક ધર્મની નીતિમાં 1 સર્વા=હમેશાં. ક્ષીરની વદૂધ અને પાણીની પેઠે. સંચ્છિક ભળેલાં. ર્મ નીવે જ કર્મ અને જીવને. =જે. મુનિહંસ =મુનિરૂ૫ રાજહંસ. વિભિનીતે ભિન્ન કરે છે. ગૌ=ો. વિવાન વિવેકનંત છે.