________________ ‘સાનસાર ' ' , wuwunurinnunen નિપુણ પુરૂષને હેાય છે. ભાવથી વિવેક બાહ્ય અને અભ્યન્તર એમ બે પ્રકારનું છે. સ્વજન, ધન અને શરીર ઉપરને રાગ દૂર કરે તે ભાવથી બાહ્ય વિવેક છે. જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ અને અશુદ્ધ ચેતનાથી ઉત્પન્ન થયેલ વિભાવાદિ ભાવ કર્મની એકતાને ભિન્ન કરવારૂપ અભ્યન્તર વિવેક છે. આગમમાં તેનું સ્વરૂપ આ પ્રમાણે છે– "पुदि रागाइया विभावा सव्वओ विभजिजा। पच्छा दव्वा कम्मा सव्वविभिन्नो निओ अप्पा" / “પૂર્વે રાગાદિ વિભાવથી સર્વથા આત્માને ભિન્ન કરે, પછીથી દ્રવ્ય કમથી સર્વથા આત્મા ભિન્ન થાય છે. પ્રાભૂતમાં કહ્યું છે કે-જેમ રત્નપરીક્ષક (ઝવેરી) બધા કાચના કકડામાં પડેલા રત્નને ગ્રહણ કરે છે તેમ સમ્યદૃષ્ટિ સર્વ વિભાવરૂપ પરભાવની પરિણતિના મધ્યમાં રહેલા અચલ, અખંડ, અવ્યય અને જ્ઞાનાનન્દમય આત્માને સ્વરૂપે ભિન્ન કરીને ગ્રહણ કરે છે. શ્રીહરિભદ્રસૂરિએ કહ્યું છે કે-“પ્રથમ ક્ષુદ્રત્યાદિ દોષોને ઉપશમ થવાથી માર્ગનુસારી ગુણે વડે તત્વજિજ્ઞાસા પ્રગટે છે. પછી તત્ત્વજ્ઞાની ગુરુની સેવાથી અત્યન્ત પ્રીતિ વડે શાસ્ત્રશ્રવણમાં રસિક થઈને યથાર્થ જીવ અને અજીવના વિવેકથી સર્વ પરભાવથી ભિન્ન આત્માને જાણીને ભેદજ્ઞાની થાય છે. અને તે અનુક્રમે આત્માથી ભિન્ન પર વસ્તુને ડી સર્વ પરભાવેને ત્યાગી થઈ સિદ્ધ થાય છે. પ્રથમના ત્રણ નયના મતે લૌકિક અને લેકોત્તર વિવેક જાણ. આજુસૂત્ર નયની અપેક્ષાએ ધર્મસાધનરૂપ