________________ જ્ઞાનસાર કપૂર, કરતૂરી પ્રમુખ પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરવાને સમર્થ તથા માતાનું રુધિર અને પિતાના વીર્ય રૂપ અશુચિ પદાથથી ઉત્પન્ન થયેલા શરીરને વિષે જળમાટી વગેરેથી પવિત્રપણાને ભ્રમ માહથી મુંઝાયેલા શ્રેત્રીયાદિકને (વેદપાઠી બ્રાહ્મણદિને) કદી ન ટળી શકે એ ભયંકર છે. યથાર્થ ઉપગ રહિત મૂઢ-અજ્ઞાની વેદપાઠી બ્રાહ્મણદિને ઈન્દ્રિયેના આધારરૂપ દેહને વિષે પાણ-માટી વગેરેના સંયોગથી પવિત્રતાને ભયંકર ભ્રમ હોય છે. જે સ્વભાવથી જ અપવિત્ર છે તે શું પાણીના પ્રવાહથી પવિત્ર થાય ? આ દેહ કપૂર આદિ પવિત્ર પદાર્થોને પણ અપવિત્ર કરવાને સમર્થ છે. કારણ કે શરીરના સંબન્ધથી ચંદનના વિલેપન વગેરે પણ અપવિત્ર થાય છે. વળી આ દેહ અપવિત્ર એવા માતાના રક્ત અને પિતાના વીર્યથી ઉત્પન્ન થયેલ છે. ભવભાવનામાં કહ્યું છે કે– "सुकं पिउणो माऊए सोणियं तदुभयं पि संसहूँ / तप्पढमाए जीवो आहारइ तत्थ उप्पन्नो। काकाइसुणयभक्खे किमिकुलवासे य वाहिखित्ते य / देहम्मि मधुविहुरे सुसाणत्थाणे य पडिबंधे" // પિતાનું શુક્ર અને માતાનું રુધિર એ બન્નેને સંસર્ગ થવાથી ત્યાં ઉત્પન્ન થયેલે જીવ પ્રથમ તેને આહાર કરે છે. કાગડા અને કુતરા વગેરેના ભક્ષ્યરૂપ, અનેક કૃમિઓને રહેવાનું સ્થાન, વ્યાધિને ઉપજવાનું ક્ષેત્ર, શોભારહિત