________________ 220 વિદ્યાપક ચિંતવે. અને પુદ્ગલકના મળવાથી બનેલું શરીર વાદળાની પેઠે નાશ પામવાના સ્વભાવવાળું છે એમ વિચારે. એ વિચાર યથાર્થ છે. ભાવાર્થ એ છે કે આત્મિક સંપત્તિ રહિત પુરૂષે પૃથિવીકાયના પૌગલિક સ્કન્ધ સંપત્તિરૂપે કપેલા છે, પણ તે વાસ્તવિક સંપત્તિ નથી. તથા જીવ જ્ઞાન, દર્શન, વીર્ય અને આનન્દરૂપ ભાવ પ્રાણો વડે જીવે છે. આયુષરૂપ જીવન તે બાહ્ય પ્રાણના સંબધની સ્થિતિનું નિમિત્ત હોવાથી તે આત્માનું સ્વરૂપ નથી. વર્ણ, ગધે, રસ અને સ્પર્શવાળું, ઉપચયને પ્રાપ્ત થયેલું અચેતન શરીર પણ આત્માનું સ્વરૂપ નથી, અને તે બધાંય અસ્થિર છે. તે પછી અસ્થિર અને આત્મધર્મને વિનાશ કરનાર પર ભાવમાં મેહ શ કરવો? તે માટે ચેતના અને વર્યાદિ આત્મિક ગુણોને પરભાવને ગ્રહણ કરવાની સન્મુખ કેણ પ્રવર્તાવે? તેથી આત્માને વિષે આત્મગુણોની પ્રવૃત્તિ જ કરવા યોગ્ય છે. शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसंभवे / देहे जलादिना शौचभ्रमो मूढस्य दारुणः॥४॥ 1 રાગ, સ્નેહ અને ભયરૂપ અધ્યવસાય, ર શસ્ત્રાદિ નિમિત્ત, 3 ઘણો આહાર, 4 વેદના, 5 પરાઘાત, 6 સપદિ–ઝેરી પ્રાણીના સ્પર્શ અને 7 શ્વાસોશ્વાસનો રોધ કરે-એ સાત પ્રકારે આયુષને ક્ષય થાય છે. 1 ફુવીનિ પવિત્ર પદાર્થને પિ=પણ. અરુચીકર્તુ=અપવિત્ર કરવાને સમર્થે સમર્થ (અને) શુમિ =અપવિત્ર પદાર્થથી ઉત્પન્ન થયેલા એવા. શરીરને વિષે. મૂહરચ=૮ પુરૂને. નચદ્રિના=પાણી વગેરેથી. રૌ વબ્રમ=પવિત્રતાનો ભ્રમ. વાળ =ભયંકર છે.