________________ w ww^ ^ ^^ 200 મીનાષ્ટક પાંચ પાંચ ધનુષ ઓછું કરવું અભિન્ન એવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણેના ઉપાદાન સ્વરૂપ આત્માને વિષે જાણવાનું કાર્ય કરનાર પોતે આત્મા જ છે, તે છ કારકના સમુદાયરૂપ છે, તે સ્વયમેવ કર્તા અને કમરૂપ હોવા છતાં સ્વતઃ કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ છે–એમ પૂજ્ય જિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેપાવશ્યક ભાષ્યમાં વ્યાખ્યા કરી છે. એ કારણથી આત્મા એટલે કર્તારૂપ જીવ આત્મા વડે એટલે આત્મસ્વરૂપ જ્ઞાન અને વીર્ય વડે અનન્ત અસ્તિત્વ, વસ્તૃત્વ, દ્રવ્યત્વ, સત્ત્વ, પ્રમેયત્વ અને સિદ્ધત્વાદિ ધર્મસહિત આત્માને અસ્તિત્વાદિ અનન્ત ધર્મો અને પર્યાના આધારભૂત આત્માને વિશે જાણે છે, તે આ જાણવા રૂપ પ્રવૃત્તિ તે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રણ રત્નમાં ધરૂપ જ્ઞાન, સ્વરૂપના નિર્ધારણરૂપ ચિ અને આચારને અભેદ પરિણામ મુનિને હોય છે. એથી એમ જણાવ્યું કે આત્મા વડે આત્માને જાણ તેની રૂચિ અને તેનું આચરણ એ મુનિનું સ્વરૂપ છે. તાત્પર્ય એ છે કે મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમમાં તન્મયતા હોવાને લીધે પૌગલિક સુખને સુખરૂપે નિર્ધારી અને જાણીને તેવા પ્રકારના પૌગલિક સુખમાં પ્રવૃત્ત થએલે તે તત્વના અજ્ઞાનથી જેમ દાહજવરથી પીડિત થયેલાને માટીને લેપ કરવામાં આવે તેમ માટીના લેપ જેવા કમપુગલે વડે લેપાય છે અને તેથી તેને તત્ત્વશ્રદ્ધાન, જ્ઞાન અને રમણતાને લેશમાત્ર અનુભવ થતો નથી. પરંતુ તેને જ્યારે નિસર્ગ–સ્વભાવથી અથવા ગુરુના ઉપદેશાદિ રૂપ નિમિત્તથી આ જીવ અનાદિ અનન્ત, અનન્ત જ્ઞાનાદિ પર્યાયવાળો,