________________ સાનસાર 201 ~~~~~~~~~~~~~~~~ ~~ ~ ~~~~~~~ કર્મ વડે અલિપ્ત અને અમૂર્ત સ્વભાવવાળો અનુભવગોચર થાય છે અને તેને નિર્ધાર થાય છે, ત્યારે તેને હું સાધ્ય, સાધક અને સિદ્ધસ્વરૂપ છું, તથા જ્ઞાન, દર્શન અને આનન્દાદિ અનન્તગુણમય છું, એવી તીવ્ર જ્ઞાનદશા જાગૃત થાય છે. એ પ્રકારે જ્ઞાન, રુચિ અને આચરણરૂપ અભેદપરિણતિ મુનિનું સ્વરૂપ છે. એ સંબધે કહ્યું છે કે-“મેહના ત્યાગથી આત્મા આત્મા વડે આત્માને આત્માને વિશે જે જાણે છે તે જ તેનું ચારિત્ર, જ્ઞાન અને દર્શન છે” પૂજ્ય હરિભદ્રાચાર્યે છેડશકમાં કહ્યું છે કે "वालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् / आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन" // षोडशक 1 गा. 2 વિવેક રહિત અજ્ઞાની બાહ્ય વેષને પ્રધાનપણે જુએ છે. કારણ કે વેષમાં જ તેની રુચિ હોય છે. તે દ્વારા ધર્મને નિર્ણય કરે છે. મધ્યમ બુદ્ધિવાળો આચરણને વિચાર કરે છે. એટલે તે આચરણને જ મુખ્યપણે માને છે. પરતુ વિશિષ્ટ વિકસંપન્ન સર્વ પ્રકારના યત્નથી આગમતત્વને-સિદ્ધાન્તના પરમાર્થને વિચાર કરે છે. માટે આત્મતત્વમાં તન્મયતા કરવી એ ચારિત્ર છે. એ જ અર્થને નયના ભેદે વિવરણ કરીને બતાવે છે - चारित्रमात्मचरणाद् ज्ञानं वा दर्शनं मुनेः / शुद्धज्ञाननये साध्य क्रियालाभात् क्रियानये // 3 // 1 આત્મજગત આત્માને વિષે ચાલવાથી. તાસિંચારિત્ર છે.