________________ જ્ઞાનસાર 185 આત્મતત્ત્વની સહજ સ્વભાવરૂપ અમૂર્ત આનન્દ લીલામાં મગ્ન થયેલા જ્ઞાન અને ક્રિયાના અભ્યાસથી આવરણરહિત આત્યંતિક અકાન્તિક અને સુખ–દુઃખાદિના કલેશરહિત, કર્મરૂપ રંગરહિત અને અવિનાશી એવા સિદ્ધસ્વરૂપને સાધે છે. એવા પ્રકારના આત્મસાધનમાં ઉદ્યમવંત થએલા ભગવંતને નમસ્કાર હો. 22 નિરાશ स्वभावलाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते। इत्यात्मैश्वर्यसंपन्नो नि:स्पृहो जायते मुनिः // 1 // આત્માના સ્વભાવની પ્રાપ્તિથી બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. એ પ્રકારે આત્માના ઐશ્વર્યાપ્રભુતાને પ્રાપ્ત થએલ મુનિ નિસ્પૃહ-સ્પહારહિત થાય છે. હવે નિલેષપણાને દઢ કરવા માટે નિસ્પૃહતાનું સ્વરૂપ બતાવે છે. સર્વ પરભાવની અભિલાષાને ત્યાગ કરે, ઈચ્છા અને મૂર્છાને છેડવી તે નિઃસ્પૃહતા. પૃહા એટલે ઈચ્છા અને તેને અભાવ તે નિસ્પૃહતા. તેમાં શબ્દથી બોલવારૂપ તે નામનિઃસ્પૃહ, પૃહારહિત મુનિની પ્રતિમા વગેરે તે સ્થાપનાનિસ્પૃહ. આલેક અને પરલોકમાં અધિક સુખાદિની અભિલાષાથી અલ૫ સુખાદિને નહિ ઈચ્છનાર, 1 માવઠામાત=આત્મસ્વભાવની પ્રાપ્તિથી. ધિમપિ=બીજું કંઈ પણ પ્રસન્ચે પ્રાપ્ત કરવા ગ્ય. ન જવશિષ્ય બાકી રહેતું નથી. તિ=એમ. વામૈશ્વર્યસંપન્ન=આત્માના ઐશ્વર્યથી યુક્ત. મુનિ =સાધુ. નિઃસ્પૃહારહિત. નાચતે થાય છે.