________________ 184 નિલે પાક ^^^^^^^ ^^^^^^^^ ^^^^^ ^^^ થયું નથી એવા તથા શુદ્ધ-સર્વ પ્રકારના પુગલના સંબધથી રહિત અને બુદ્ધ-જ્ઞાનમય સ્વભાવવાળા પૂજ્ય ભગવંતને નમસ્કાર થાઓ. આ કહેવાથી એમ જણાવ્યું કે જેવા પ્રકારનું સત્તામાં સ્વરૂપ હતું તેવા પ્રકારે આવરણ રહિત સિદ્ધનું સ્વરૂપ પ્રગટ થાય છે, તેને સાધનારા જ્ઞાન અને ક્રિયામાં સાવધાન હોય છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે–અનાદિ કાળના અભ્યાસથી રૂઢ થયેલી પરભાવમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાજ્ઞાન વડે પરભાવને આસ્વાદ કરવાથી વિભાવદશા પ્રાપ્ત થયેલી છે અને તે વિભાવદશારૂ૫ વાદળા વડે તવજ્ઞાનરૂપ સૂર્ય ઢંકાઈ જવાથી મિથ્યાત્વઅસંયમ અને મહામહરૂપ ગાઢ અંધકાર વડે પ્રાણીઓ અંધ-વિવેકહીન થએલા છે. તેમાંના કેટલાક પ્રાણી સદાગમરૂપ અંજન અને તત્વની પ્રીતિરૂપ પાણી પીવાથી ઉત્પન્ન થયેલા વિવેકને પ્રાપ્ત થઈ જ્ઞાનાવરણાદિ કર્મથી ઢંકાયેલા, રાગ-દ્વેષાદિ વિભાવરૂપ મેલમાં તન્મય થએલા, શરીરાદિ પુદ્ગલસ્કન્ધોની સાથે એકતાને પ્રાપ્ત થયેલા, મૂર્ત અને ખંડિતસ્વરૂપવાળા જણાવા છતાં પણ અમૂર્ત, અખંડ, જ્ઞાનમય, આનન્દમય અને અનન્ત અવ્યાબાધ સ્વરૂપ એવા આત્માને જુએ છે. વિષયોને ઉપભેગ કરવા છતાં પણ તેઓ આત્મતત્ત્વના અનુભવની રુચિવાળા હોય છે. અનેક પ્રકારના ઉપાયોથી મેળવેલ અને વિવિધ વિચિત્રતાથી ભરપૂર ધનના સમૂહને ત્યાગ કરે છે. સ્વજન વર્ગને છોડે છે, ક્રોડ રૂપિયાનું દાન કરનારા પણ ભિક્ષા માગે છે, માખણ અને ફૂલ જેવી કોમળ શય્યામાં સુનારા પણ ઉંચી નીચી પત્થરની ભૂમિ ઉપર સૂવે છે અને એક