________________ 186 નિસ્પૃહાષ્ટક અથવા ભાવધર્મને અનુભવ સિવાય આત્મસ્વરૂપથી અન્યવસ્તુનું જ્ઞાન થવાથી ધનાદિની ઈચ્છા રહિત દ્રવ્યનિસ્પૃહ કહેવાય છે. ભાવનિ પૃહ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. વેદાન્તાદિ એકાન્તવાદી દર્શનના ઉપદેશથી એકાન્તરૂપે માનેલી મુક્તિમાં અનુરક્ત થયેલ ધનાદિમાં નિસ્પૃહ થાય તે અપ્રશસ્ત ભાવનિઃસ્પૃહ અને સ્યાદ્વાદ-અનેકાત દષ્ટિથી પરીક્ષા કરીને જાણેલા આત્મતત્વના અનુભવ, રુચિ અને પિપાસાવાળા પુરુષો બધા ય પરભાવને તજે છે અને સ્વરૂપમાં લીન થાય છે તે પ્રશસ્ત ભાવનિસ્પૃહ કહેવાય છે. પ્રથમના ચાર ને નિસ્પૃહતાના સાધન માટે છે અને છેલ્લા ત્રણ નયની અપેક્ષાએ નિસ્પૃહતા સિદ્ધ છે. નગમ નયથી જીવ અને અજીવમાં નિસ્પૃહ, સંગ્રહ અને વ્યવહારથી અજીવમાં નિસ્પૃહ, જુસૂત્ર નયથી પિતાને ભોગવવા ગ્ય પદાર્થમાં નિ:સ્પૃહ, શબ્દ અને સમભિરૂઢ નયથી શુભ નિમિત્તોને પરાધીન સાધનના પરિણામોમાં નિસ્પૃહ અને એવંભૂત નયવડે પોતાના સાધનના પરિણ મથી પ્રાપ્ત ભેદજ્ઞાન, સવિકલ્પ ચારિત્ર, શુકલધ્યાન અને શિલેશીકરણ વગેરેમાં નિસ્પૃહ કહેવાય છે. અહીં પ્રથમના ચાર નયથી નિસ્પૃહ છે તેનું નિરૂપણ કરવાનો અવસર છે. તાત્પર્ય એ છે કે અનાદિ સંસારમાં પૃહાથી વ્યાકુલ થએલા જીવોએ ઘણીવાર લાખે દુઃખ પ્રાપ્ત કર્યો છે, તેથી પરભાવની સ્પૃહાથી રહિત થવું એ ઉપદેશ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર (સ્વરૂપરમણતા, અમૂર્ત પણું