________________ 182 નિપાષ્ટક -~~-~-~~- ~ ~ છે. માટે જ્ઞાન-ક્રિયાને સમાવેશ એટલે બન્નેને સંગ સાધન રૂપે નિર્ધારવા યોગ્ય છે. તેમાં જેમ કચરાવાળા મોટા ઘરને સાફ કરવામાં દી અને પુરુષ વગેરેના પ્રયત્નની જરૂર પડે છે, તેમ જીવનું સ્વરૂપ કમરૂપ કચરાથી ઢંકાયેલું છે, તેને શુદ્ધ કરવામાં જ્ઞાનાદિ ગુણેના ભિન્ન ભિન્ન સ્વભાવની પ્રવૃત્તિ છે. તે સંબધે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે - . "नाणं पगासगं सोहगो तवो संजमो उ गुत्तिकरो। तिण्हं पि समाओगे मुक्खो जिणसासणे भणिओ॥" જ્ઞાન પ્રકાશ કરનાર છે–સદ્ અસદ્ વસ્તુનું ભાન કરાવનાર છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ રક્ષણ કરનાર છે, એ ત્રણેના ગે મોક્ષ થાય છે–એમ જિનપ્રવચનમાં કહ્યું છે ઉપદેશપદ પ્રકરણમાં કહ્યું છે કે-“ક્રિયાથી થએલે કર્મને ક્ષય દેડકાના કલેવરના ચૂર્ણ સમાન અને જ્ઞાનથી થયેલે કર્મને ક્ષય દેડકાના શરીરની ભસ્મ તુલ્ય છે. જેમ દેડકાના શરીરનું ચૂર્ણ પાણીમાં નાંખવાથી સંમૂછિમ ઘણાં દેડકાઓ ઉત્પન્ન થાય છે, તેમ કિયાથી અકામનિર્જરાના યેગે ઘણુ કમને ક્ષય થાય પરંતુ કમના બીજરૂપ મોહને નાશ નહિ થયેલ હોવાથી બીજા ઘણાં કર્મ બંધાય છે. જેમ દેકાના શરીરની ભસ્મથી બીજા દેડકાઓ ઉત્પન્ન થતા નથી, તેમ જ્ઞાનથી કર્મના બીજ રૂપ મેહને નાશ થવાથી સકામ નિર્જરા થાય છે અને બીજા નવાં કર્મ બંધાતા નથી.”