________________ જ્ઞાનસાર 181 પરરૂપે રાગ-દ્વેષ રહિત દષ્ટિથી વેદ્ય વસ્તુને જાણનાર સ્વવેદન જ્ઞાની શુદ્ધ થાય છે. એટલે સર્વ વિભાવરૂપ મેલને દૂર કરવા વડે નિર્મલ થાય છે. બીજે કિયાવાળે જીવ હું અશુદ્ધાચરણ વડે લેપાએલો છું, તેથી શુદ્ધ આચરણ વડે પૂર્વની પ્રકૃતિઓને ક્ષય કરીને અને નવીન કર્મપ્રકૃતિઓને નહિ બાંધવા વડે આત્માને છોડાવું એવી લિપ્ત દષ્ટિથી વન્દન-નમસ્કારાદિ કિયા કરતો શુદ્ધ થાય છેનિર્મલ થાય છે. એમ નિશ્ચય અને વ્યવહારને ગૌણ અને મુખ્યતાએ માનનારને સાધનને કમ બતાવ્યું. ज्ञानक्रियासमावेशः सहैवोन्मीलने द्वयोः / भूमिकाभेदतस्त्वत्र भवेदेकैकमुख्यता // 7 // બને દષ્ટિ સાથે ઉઘડતાં જ્ઞાન અને ક્રિયાને સમાવેશ-એકીભાવ હેય છે અને ગુણસ્થાનકરૂપ ભૂમિકાના ભેદથી અહીં જ્ઞાન-ક્રિયામાં એક એકની મુખ્યતા હોય છે. ધ્યાનદશામાં જ્ઞાનની મુખ્યતા અને વ્યવહારદશામાં કિયાની મુખ્યતા હોય છે.. બને દષ્ટિને સાથે જ વિકાસ થતાં જ્ઞાન-ક્રિયાને સમાવેશ એટલે એકીભાવ થાય છે. એકાતે જ્ઞાનની રુચિવાળે સમ્યગ્દષ્ટિ નથી, તેમ એકાને કિયાની રુચિવાળો પણ સમ્યગ્દષ્ટિ નથી, પરંતુ સાપેક્ષ દષ્ટિવાળો સમ્યગ્દષ્ટિ 1 =બને દષ્ટિ. સદૈવ સાથે. 3 ને ઉઘડતાં. જ્ઞાનક્રિયાસમાવેશ =જ્ઞાન-ક્રિયાની એકતા છે. અત્ર=અહીં જ્ઞાનક્રિયામાં. ભૂમિ જામે ગુણસ્થાનકરૂપ અવસ્થાના ભેદથી. મુક્યતા=એક એકનું મુખ્યપણું. મ=ોય.