________________ 162 વત્યષ્ટક પુદગલો વડે પુદગલો ઉપચયલક્ષણ તક્તિ પામે છે. વળી આત્મગુણપરિણામથી આત્મા તૃપ્તિ પામે છે. તે કારણથી પર પુદગલની તતિને સમારેષ-આત્મામાં ઉપચાર અબ્રાન્ત જ્ઞાનવતને ઘટતો નથી. અન્ય દ્રવ્યને ધર્મ પરમાં-અન્યમાં આરોપે તે સમ્યજ્ઞાની કેમ કહેવાય ? શરીર, ધન, વસ્ત્ર, ભજન અને સ્વજનાદિરૂપ પગલે વડે શરીરાદિ પુદ્ગલે પુદ્ગલના ઉપચયરૂપ તૃપ્તિ પામે છે. એટલે પુદ્ગલે પચયથી વૃદ્ધિ પામે છે, અને અમૂર્ત જ્ઞાનાનન્દસ્વરૂપ આત્મા જ્ઞાન, ચારિત્ર અને આનન્દાદિરૂપ આત્મગુણપરિણામથી તૃપ્તિ પામે છે. સ્વરૂપના અનુભવમાં રસિક પુરૂષોને સ્વરૂપના અનુભવ વડે જ તૃપ્તિ થાય છે. તે કારણથી અનેકાન્તરૂપ અનન્તધર્માત્મક સ્વ–પર પદાર્થની પરીક્ષામાં કુશળ એવા જ્ઞાની પુરૂષને પુગલોની તૃપ્તિમાં આત્માની તૃપ્તિને માનવીરૂપ ભાતિથી થએલ અભિમાન ઘટતું નથી. તાત્પર્ય એ છે કે સમ્યજ્ઞાનથી યથાર્થ બેધવાળા જ્ઞાની, આત્મામાં આત્મધર્મને જ સ્વીકારે છે. પરવસ્તુ પરસ્વરૂપે હોવાથી પરવસ્તુમાં પરધર્મનું સ્થાપન કરે છે અને સ્વધર્મ સ્વસ્વરૂપે હોવાથી પિતાનામાં સ્વધર્મનું સ્થાપન કરે છે. આ કારણથી સમ્યગ્દષ્ટિ પૌગલિક ઉપચયમાં રાગ કરતા નથી. પુદ્ગલના અનુભવમાં સુખ લાગે છે તે મિથ્યાજ્ઞાન છે. કહ્યું છે કેસમ્યજ્ઞાનવંતને. પ૨વૃતિનેમાર :=પુદ્ગલની તૃપ્તિમાં આત્માનો ઉપચાર. ન ગુચ=ાટ નથી.