________________ માનસાર 161 અને તૃષ્ણાની જાળમાં ગુંથાએલ છવ પિતાની કલ્પના વડે કપિત ઈષ્ટતાથી ઈચ્છેલા પુદ્ગલસ્કન્ધની પ્રાપ્તિમાં “અહો ! મને મણિ અને રત્નાદિને નિધિ પ્રાપ્ત થયે, વળી દુઃખના સમયે મધુર વચન બોલવામાં ચતુર એ સ્વજનસમુદાય પણ મળ્યો એવી માન્યતાથી તૃપ્ત થાય છે. પરંતુ તે કલ્પનારૂપ હોવાથી, કમના ઉદયથી પ્રાપ્ત થયેલ હોવાથી, પર વસ્તુ હોવાથી અને આત્માની સત્તા-સ્વરૂપને રોકનારા આઠ પ્રકારના કર્મબન્ધના કારણે રાગ-દ્વેષને ઉત્પન્ન કરનાર હોવાથી દુઃખરૂપ જ છે. તેથી જે તૃપ્તિ થાય છે તે ઝાંઝવાના જળ જેવી અને સુખનું કારણે થતી નથી. પરંતુ મિથ્યાજ્ઞાનરહિત, સમ્યજ્ઞાનના ઉપગવાળા અને આત્મતત્વને અભિમુખ થયેલા જ્ઞાની પુરુષને સ્વભાવના પ્રગટ થવાથી આત્મગુણના અનુભવરૂપ તૃપ્તિ સુખનું કારણ થાય છે. તે તૃપ્તિ આત્માના વીર્યની પુષ્ટિ કરનારી છે. તાત્પર્ય એ છે કે સ્વભાવરૂપ ગુણના અનુભવથી થયેલી તૃપ્તિ આત્માના સહજ વીર્યને પુષ્ટ કરે છે અને તેના સામર્થ્યથી ગુણે પ્રગટ થાય છે. માટે સદ્ગુરુના ચરણની સેવા, આગમનું શ્રવણ અને તત્ત્વનું ગ્રહણ વગેરે કારણેથી આધ્યાત્મિક તૃપ્તિ કરવા યોગ્ય છે, એ ઉપદેશ છે. पुदगलैः पुदगलास्तृप्ति यान्त्यात्मा पुनरात्मना। परतृप्तिसमारोपो ज्ञानिनस्तन्न युज्यते // 5 // 1 પુત્રપુગલો વડે. પુત્રિપુગલો. તૃતિ-પુલના ઉપચયરૂપ તૃપ્તિને ચાન્તિ પામે છે. માત્મન=આત્માના ગુણ વડે. માત્મા= આત્મા. સુરત તૃપ્તિ. ચાન્તિ–પામે છે. તતeતે કારણથી. સાનિન = 11