________________ નાના પ્રતિષ્ઠા કરી, અનેક અને પ્રતિબંધ પમાડી વીતરાગ માગમાં સ્થિર કર્યા. વિ. સં. 1812 માં તેઓ રાજનગરમાં આવ્યા અને ત્યાં તેમને ઉચાય પદવી આપવામાં આવી. રાજનગરમાં દેશીવાડાની પાણીમાં દેવચંદ્રજી બિરાજતા હતા ત્યાં તેમને એક દિવસે વાયુના પ્રકોપથી વમનાદિનો વ્યાધિ થયે અને શરીરે અસમાધિ થઈ. તેથી તેમણે મનરૂપજી વગેરે પિતાના શિષ્યોને બોલાવ્યું, અને તેમના માથે હાથ મૂકી કહ્યું કે મારી અવસ્થા ક્ષીણ થતી જાય છે, અનિત્યતા એ તે પુદ્ગલને સ્વભાવ છે, હવે મારી વિદાયની વેળા આવી પહોંચી છે, માટે તમે સમયાનુસારે વિચર, હત્યમાં પાપબુદ્ધિ ન રાખશે, યથાશક્તિ કર્તવ્યનું પાલન કરજો અને સંઘની આજ્ઞા માન', ઈત્યાદિ શિખામણ આપી દશકાલિક અને ઉત્તરાધ્યયનનું શ્રવણ કરતાં અરિહંતનું ધ્યાન કરતા વિ. સં. ૧૮૧૨માં ભાદરવા વદિ અમાવાસ્યાએ કાલધર્મ પામ્યા. દેવચંદ્રજીએ ઘણા ગ્રન્થની રચના કરી અને તેમાં તેમણે સંસ્કૃત અને પ્રાકૃતભાષા કરતાં ગુજરાતી ભાષામાં પુષ્કળ ગ્રન્થ લખ્યા. સંસ્કૃતમાં માત્ર તેમણે નયચક્ર અને જ્ઞાનસાર અષ્ટકની જ્ઞાનમંજરી ટીકા રચી છે. દેવચન્દ્રજીને ઝેક વૈરાગ્ય અને આત્મજ્ઞાન તરફ હતું અને તે તેમના ગ્રન્થમાં સ્પષ્ટપણે દેખાય છે. તેઓ ગુણી અને ગુણાનુરાગી હતા. તેમને ઉ૦ યશોવિજયજી તરફ ઘણે આદર હતું. તેમના અસાધારણ પાંડિત્ય, અધ્યાત્મ અને તત્વજ્ઞાન પ્રચુર ગ્રન્થોની તેમના ઉપર ઊંડી છાપ પડી હતી. તેઓએ જ્ઞાનમંજરી ટીકાના અને અહીં સૂત્રકાર ન્યાયાચાર્ય, વાગ્યાદી, સરસ્વતીનું વરદાન પામેલા અને દુર્વાદીરૂપ મેઘને