________________ પ્રસ્તાવના નાશ કરવામાં પવન સમાન ઉપાધ્યાય શ્રીયશોવિજયજી છે ઇત્યાદિ વિશેષથી ઉપાધ્યાયજી તરફ પિતાની ભક્તિ પ્રદર્શિત કરી છે. - શ્રી દેવેન્દ્રજી કવિ હતા અને તેમની કવિતાને વિષય ભક્તિ, વૈરાગ્ય, અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન હતો. તેમના સ્તવને ભાવવાહી અને તાવિક છે. સામાન્ય જનસમાજને ઉપકાર થાય તે માટે સંસ્કૃતભાષામાં નહિ લખતાં લોકભાષામાં જ ઘણુ ગ્રન્થની રચના કરી છે. તેમણે કહ્યું છે કે - संस्कृत वाणी वाचणी कोइक जाणे जाण / साता जनने हितकर जाणी भाषा करुं वखाण // ध्यानदीपिका 4 / એકંદર તેમના ગ્રન્થામાં વિદ્વત્તા કરતાં આત્મજ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય અને ભક્તિની પ્રધાનતા છે. જિજ્ઞાસુને આત્મજ્ઞાનની તત્પરતા કરે એવી તેમની ઉપદેશાત્મક શૈલી છે. તેમને શુદ્ધ જ્ઞાન, શુદ્ધ કિયા તરફ પ્રેમ હતો. તેમણે શુષ્ક જ્ઞાન અને ક્રિયાજડતાનો નિષેધ કર્યો છે. જ્ઞાનસાર એ તેમને પ્રિય ગ્રન્થ હતો, તેમણે જ્ઞાનમંજરી ટીકાની સમાપ્તિમાં લખ્યું કે મોક્ષમાર્ગમાં પ્રયાણ કરનારે ભાતા સમાન આ જ્ઞાનસાર અભ્યાસ કરવા યોગ્ય છે. છેવટે તેમણે “આ જ્ઞાનમંજરીની ટીકાના વાંચન અને અભ્યાસથી મને જે લાભ થાય તેથી હું ધર્મસાધક થાઉં અને બીજા ભવ્ય જીવ પણ ધર્મસાધનામાં તત્પર થાય”, એ ઈચ્છા પ્રદશિત કરી જ્ઞાનમંજરી ટીકા સમાપ્ત કરી છે. જૈન સાઈટી 15). શારદાભવન ભગવાનદાસ હરખચંદ દોશી અમદાવાદ,