________________ 146 કિયાષ્ટક છે. તે માટે જ મુનિઓને શાસ્ત્રમાં આવશ્યક ક્રિયા કરવાની કહેલી છે. તેમાં આ દષ્ટાન્ત છે-જેમ દી સ્વભાવથી પ્રકાશરૂપ હોવા છતાં તેલ પૂરવા વગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ જ્ઞાની પણ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ કિયાનુષ્ઠાનમાં તત્પર હોય છે. કિયા એ વીર્યની શુદ્ધિનું કારણ છે, અશુદ્ધ વીર્ય વડે આસ્રવયુક્ત જીવ સંસારમાં ભ્રમણ કરે છે અને તેજ જીવ ગુણ પુરુષની સેવાથી ગુણને પ્રગટાવવામાં તત્પર થએલે સંવરવાળો થાય છે. કર્મપ્રદેશનું ગ્રહણ દ્વારા થાય છે અને યોગો વિર્યથી થાય છે. તેથી યોગને પરમાત્માને વન્દન, સ્વાધ્યાય અને અધ્યાયનાદિમાં જોડ્યા હોય તે તે કર્મને ગ્રહણ કરવા માટે સમર્થ થતા નથી. વેગની પ્રવૃત્તિ કરવી એ જ ક્રિયા છે. बाह्यभावं पुरस्कृत्य ये क्रियां व्यवहारतः। वदने कवलक्षेपं विना ते तृप्तिकांक्षिणः॥४॥ બાહ્ય ક્રિયાના ભાવને આગળ કરીને જેઓ વ્યવહારથી ક્રિયાને નિષેધ કરે છે તેઓ મુખમાં કોળીઓ નાંખ્યા સિવાય તૃમિને ઇચ્છે છે. જેઓએ ગુરુના ચરણની સેવા કરી નથી એવા જે છે બાહા ભાવને આગળ કરીને વ્યવહારથી ક્રિયાને નિષેધ કરે છે, અર્થાત્ વ્યવહારકિયા એ બાહ્યભાવ છે, 1 વામાવંત્રબાહ્ય ભાવને. પુરચ=આગળ કરીને. રે=જેઓ. વરાતિ =વ્યવહારથી. ત્રિક્રિયાનો (નિષેધ કરે છે). તે તેઓ. = મોઢામાં. વસ્ત્રક્ષેપ કળીઓ નાંખ્યા. વિના=સિવાય. તૃતીક્ષિણ = તૃમિને ઇરછનારા છે.