________________ જ્ઞાનસાર 125 છે અથવા પ્રથમના ચાર નયને અનુસરી આહારાદિ બાહ્ય વસ્તુને ત્યાગ છે અને શબ્દાદિ ત્રણ નયના મતથી અભ્યતર ત્યાગ છે અને તે કરવા યોગ્ય છે એવો ગ્રન્થકર્તા ઉપદેશ કરે છે. સંયમને અભિમુખ થએલે આત્મા શુદ્ધ ઉપગરૂપ પિતાના પિતાને આશ્રય કરે એટલે રાગદ્વેષ રહિત થએલે આત્મજ્ઞાનને સ્વીકાર કરે અને આત્મરતિરૂપ માતાને આશ્રય કરે. આહારપર્યાપ્તિ નામકર્મના ઉદયથી જીવ જેનામાં ઉત્પન્ન થએલો છે તે માતા. માતાને ભેગવનાર તે પિતા. એ પ્રકારને લૌકિક સંબધ છે. તેથી લૌકિક માતાપિતાને કહે છે કે હે માતપિતા ! મને છોડે. વસ્તુતઃ હું તમારો પુત્ર નથી, તમે મારાં માતપિતા નથી. આ તે લૌકિક વ્યવહાર છે. આ સંબધે એક દષ્ટાન્ત - એક સમયે ભરતક્ષેત્રમાં મગધ દેશની સુવપ્રાનગરીમાં શત્રુને વશ કરનાર, રાજનીતિમાં કુશલ વાજંઘ નામે રાજા હતા. તેને ધારિણે નામે રાણ હતી. સુભાનુ નામે રાજકુમાર હતા. તે દેવના જે સુન્દર કુમાર અનુકમે વિદ્યામાં ઈન્દ્ર જે, લાવણ્યયુક્ત અને સ્વભાવથી જિન ધર્મ, સાધુવંદન અને પૂજનમાં તત્પર હતા. તે અનુકમે કન્દપ કીડાને ગ્ય યુવાવસ્થાને પ્રાપ્ત થયું. ત્યારે પિતાએ તેને રૂપ, લાવણ્ય, શીલ અને કલાયુક્ત સો રાજકન્યાઓ પરણાવી. તે તેની સાથે વિષયસુખ ભેગવતો ત્રિલોકના નાથ, ત્રિલોક બધુ ભગવંતની સેવામાં અનુરક્ત થઈને રહેવા લાગ્યા. - ત્યારબાદ એક વખતે અનેક કેવલજ્ઞાની, અનેક વિપુલમતિ અને બાજુમતિ–મન ૫ર્યવજ્ઞાની, અનેક અવધિજ્ઞાની,