________________ 124 124 ત્યાગાષ્ટક પુદ્ગલની આશંસા, આ લેક કે પરલોકની આશંસા રહિત, સ્વરૂપનું સાધન કરવામાં તત્પર થએલે જીવ બાહ્ય ઉપધિ, શરીર, અન્નપાન કે સ્વજનાદિને ત્યાગ કરે તે તદુવ્યતિરક્ત દ્રવ્યત્યાગ કહેવાય છે. અભ્યન્તર રાગ-દ્વેષ અને મિથ્યાત્વાદિ આસવની પરિણતિને ત્યાગ, આત્માના ક્ષાપશમિક જ્ઞાનાદિ ગુણની પરભાવથી નિવૃત્તિ તે ભાવત્યાગ. તે સમ્યજ્ઞાનપૂર્વક ચારિત્ર અને વીર્યના સાંકર્ય-મિશ્રતાથી થએલો આત્માને પરિણામ છે. નગમ અને સંગ્રહનય નામ અને સ્થાપના ત્યાગને માને છે. વ્યવહાર નય વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાન રૂપ ત્યાગને ઈચ્છે છે. જુસૂત્ર નય કર્મને અશુભ વિપાકના ભયથી થએલા ત્યાગને માને છે. શબ્દ અને સમભિરૂઢ નય તàતકિયારૂપ ત્યાગ માને છે અને એવભૂતનય ત્યાગ કરવા પરભાવના સર્વથા ત્યાગને ત્યાગરૂપે માને છે. 1 આ લોકની ઈચ્છાથી જે અનુકશાન કરવામાં આવે તે વિષાનુકાન, પરલોકની ઈચ્છાથી જે અનુષ્ઠાન થાય તે ગરબાનુષ્ઠાન. તત્કાળ પ્રાણનો નાશ કરે તે વિષ અને ધીમે ધીમે કાલાન્તરે પ્રાણનો નાશ કરે તે ગરલ કહેવાય છે. ધસંજ્ઞાથી કે લોકસંજ્ઞાથી ગતાનુગતિકપણે કે ઉપયોગશન્યતાથી જે અનુષ્ઠાન કરવામાં આવે તે અનનુષ્ઠાન. સદ્ અનુષ્ઠાનના રાગથી મોક્ષના હેતુરૂપે જે અનુષ્ઠાન કરાય તે તહેતુઅનુષ્ઠાન અને શુદ્ધ ચન્દનના ગધની પેઠે સહજ ભાવધર્મ રૂપ અનુષ્ઠાન અમૃતાનુષ્ઠાન કહેવાય છે. તેમાં પ્રથમના ત્રણ અસદનુષ્ઠાન છે અને ત્યારપછીના બે સદનુષ્ઠાન છે. તેમાં છેલ્લું અમૃતાનુષ્ઠાન મેહના ઉગ્ર વિશ્વને નાશ કરનાર હોવાથી સર્વ શ્રેષ્ઠ છે.