________________ 112 ઈન્દ્રિયજયાપક "सल्लंकामा विसं कामा कामा आसीविसोपमा। कामे पत्थेमाणा अकामा जति दुग्गई // " उत्तरा० अ० 9 गा. 13 કામ એ શલ્યરૂપ છે, કામ હલાહલ ઝેર છે અને કામ સપના જેવા છે. કામ-ઇન્દ્રિયના વિષયથી રહિત હોવા છતાં, કામેની અભિલાષા કરતા દુર્ગતિમાં જાય છે. वृद्धास्तृष्णाजलापूर्णैरालवालैः किलेन्द्रियैः। मूर्छामतुच्छां यच्छन्ति विकारविषपादपाः // 2 // લાલસારૂપ જળવડે ભરેલા ઇન્દ્રિરૂપ ક્યારાઓ વડે વૃદ્ધિ પામેલા વિષવૃક્ષો ખરેખર આકરી–તીવ્ર મૂછમહને આપે છે. લોભથી થએલ વ્યાકુલતારૂપ તૃષ્ણા છે, તે રૂપ જલથી ભરેલા, વિષયોને ઉપભોગ કરવામાં રસિક ઈન્દ્રિ રૂપ કયારા વડે મેટા થએલા વિષવૃક્ષો-ઝેરી ઝાડે તીવ્ર મહ ઉત્પન્ન કરે છે. એથી “અનાદિ સ્વરૂપથી ભ્રષ્ટ થએલા પરભાવમાં રમણ કરનારા, અગ્ય પરભાવને ભાગ્યપણે માનનારા ને સ્પર્શાદિ વિષયને ગ્રહણ કરનાર સ્પર્શનાદિ ઈન્દ્રિયો વડે વૃદ્ધિ પામેલા વિકારરૂપ વિષવૃક્ષે મહામહ ઉત્પન્ન કરે છે એમ જણાવ્યું. તૃષ્ણની પ્રેરણાથી જ ઇન્દ્રિય 1 7ળાના પૂળે =તૃષ્ણારૂપ જળથી ભરેલા. કિચૈ =ઈન્દ્રિો રૂપ. માવા =જ્યારાવડે. વૃદ્ધા =વૃદ્ધિ પામેલા, મોટા થએલા. વિવારવિજપા =વિકારરૂપ ઝેરી ઝાડે તુચ્છ=ઘણી. મૂર=મમતાને. ઘેનની અવસ્થાને =આપે છે, ઉત્પન્ન કરે છે.