________________ જ્ઞાનસાર પરિણમેલ, નિર્માણાદિ નામકર્મના વિપાકથી ઉત્પન્ન થએલ ઈન્દ્રિયેનું સંસ્થાન-આકાર છે. જુસૂત્ર નય વડે પિત પિતાના વિષયને ગ્રહણ કરવામાં તત્પર નિવૃત્તિ અને ઉપને કરણેન્દ્રિય છે, શબ્દયવડે સંજ્ઞારૂપે ગ્રહણ કરાયેલ લબ્ધિનાં ઉપગપરિણામની પ્રવૃત્તિ. સંજ્ઞારૂપે ગ્રહણ કરાયેલ અને નહિ ગ્રહણ કરાયેલ વિષય ક્ષેત્રમાં પ્રાપ્ત થએલા વિષયનું જ્ઞાન, અને એવંભૂત નયવડે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને વીર્યન્તરાયના ક્ષપશમથી અને જે જ્ઞાન થાય છે તે. તેમાં અસંયમીને ઈષ્ટપણા અને અનિષ્ટપણું સહિત જ જ્ઞાન હોય છે. તેથી ‘વિષય” એ સંજ્ઞા ભક્તાપણાની અશુદ્ધતા રૂપ આત્માને અશુદ્ધ પરિણામ છે. તેને જય કર તે પણ પ્રથમના ચાર નયની અપેક્ષાએ કારણ રૂપ શબ્દાદિ વિષયમાં સંયમ ગુણના પ્રગટભાવ સહિત ચેતનાદિને પરિણામ દ્રવ્ય જય છે, તે પણ તે ભાવ જયનું કારણ હેવાથી અભ્યાસ કરવા યોગ્ય છે અને ભાવ જય તે આત્માને ધર્મ હોવાથી સાધ્ય જ છે. તે માટે જ્ઞાની પુરુ ને ઉપદેશ છે– ' હે ભવ્ય! જે તે સંસારથી ભય પામે છે અને સકલ કર્મના ક્ષય કરવા રૂપ મેક્ષપ્રાપ્તિને ઈચ્છે છે, તે તું ઈન્દ્રિયોને જય કરવા માટે દેદીપ્યમાન–તેજસ્વી પરાકમ-પુરુપાર્થને ફેરવ-પ્રવર્તાવ. આથી મહા કદથના રૂપ ભવકૂપથી ઉદ્વિગ્ન થએલો અને શુદ્ધ ચિદાનન્દને અભિલાષી જીવ હાલાહલ ઝેરના જેવા ઈન્દ્રિયોના વિષયને ત્યાગ કરે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે