________________ 110 ઈન્દ્રિયજયાપક સિદ્ધ ભંગવતેને પણ મહપરિણતિરૂપ વિષયવાળું જ્ઞાન થવાને દેષ લાગે. તેથી રાગદ્વેષરૂપે પ્રવૃત્તિ કરાવતું જ્ઞાન એ ઈન્દ્રિયના વિષયરૂપ છે. અહીં કારણ અને કાર્યની એકતા છે. ચારિત્રમોહના ઉદયથી નહિ રમણ કરવા યોગ્ય પરભાવમાં રમણ કરવું તે અસંયમ છે. ત્યાં વર્ણાદિ તે માત્ર જાણવા ગ્ય છે એમ નથી, પણ રમ્ય હોવાથી તેમાં રમણ કરવું એટલે વિષયને ગ્રહણ કરનાર ઈન્દ્રિયદ્વારા પ્રવૃત્ત થએલ જ્ઞાનનું ઈષ્ટપણે અને અનિષ્ટપણે પરિણમન કરવું, તેને જય કરે એટલે ઈષ્ટ અને અનિષ્ટપણે પરિણમતા જ્ઞાનને શેકવું તે ઈન્દ્રિયને જય. તાત્પર્ય એ છે કે જે દ્વારા વર્ણાદિનું જ્ઞાન થાય, પણ ઈષ્ટપણું કે અનિષ્ટપણું ન થાય તે ઈન્દ્રિયજય છે. તે અનાદિ કાળની અશુદ્ધ અસંયમની પ્રવૃત્તિને નિવારણ કરવારૂપ છે. જ્ઞાન એ આત્માનું પિતાનું લક્ષણ હોવાથી સ્વપર વસ્તુના બંધ થવારૂપ છે, પરંતુ તેમાં ઈષ્ટપણા અને અનિષ્ટપણારૂપ વિભાવ જ પર વસ્તુના સંગથી થએલ અનાદિ પરંપરાજન્ય અશુદ્ધ પરિણામ છે તે સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. માટે ઈન્દ્રિયને જય કરવા યોગ્ય છે. તેમાં દ્રવ્ય જય એ ઈન્દ્રિ ની પ્રવૃત્તિને સંકેચ કરવા વગેરે રૂપ છે. ભાવ જાય એ આત્માના ચેતના અને વીર્યગુણોની સ્વરૂપને અનુકૂલ પ્રવૃત્તિ કરવા રૂ૫ છે. તેમાં નિગમ નય વડે નિવૃત્તિ અને ઉપકરણ રૂપે પરિણમનને યોગ્ય પુદ્ગલસ્ક, સંગ્રહ નય વડે જીવ અને પુદ્ગલે, વ્યવહાર નયથી નિવૃત્તિ અને ઉપકરણપણે