________________ થવાથી " એલી નિવૃત્તીકરણ અને આ જ્ઞાનસાર 109 નિવૃત્તીન્દ્રિય અને ઉપકરણેન્દ્રિય. તેમાં નિવૃત્તિ એટલે અંગે પાંગનામકર્મથી થએલા ઈન્દ્રિયનાં દ્વારે, નિર્માણનામ અને અંગોપાંગનામ કર્મના હેતુથી થએલા શરીરના ભાગો, કવિશેષથી સંસ્કાર પામેલા શરીરના પ્રદેશે. ઉપકરણેન્દ્રિય બે પ્રકારે છે–બાહ્ય ઉપકરણ અને અભ્યન્તર ઉપકરણ. ઉત્પન્ન થએલી નિવૃત્તીન્દ્રિયની શક્તિને ઉપઘાત નહિ થવાથી અને તેના અનુગ્રહથી આત્માને વિષયગ્રહણ કરવામાં ઉપકારી, પિતાપિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિરૂપ ઉપકરણેન્દ્રિય છે. ભાવેન્દ્રિય બે પ્રકારે છે-લબ્ધિ અને ઉપયોગ. મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણુ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થએલી સ્પશદિ વિષયોને ગ્રહણ કરનારી આત્માની શક્તિ તે લબ્ધિ અને સ્પર્શાદિ વિષયોનું જ્ઞાન તે ઉપયોગ. અર્થાત્ લબ્ધિનું સ્પશદિ વિષયેનું જ્ઞાનરૂપ ફલ તે ઉપયોગેન્દ્રિય છે. અહીં ઈન્દ્રિયને વર્ણાદિનું જ્ઞાન થાય છે, તેથી વર્ણાદિજ્ઞાન ઈન્દ્રિયોના વિષયરૂપ નથી, પરંતુ જ્ઞાનથી જાણેલા મને જ્ઞ અને અમનેસ એવા વર્ણાદિ વિષયમાં ઈષ્ટપણું અને અનિછપણું થવાથી ઈષ્ટ વિષયોમાં અભિમુખપણું અને અનિષ્ટ વિષયમાં વિમુખતારૂપ મેહને પરિણામ થાય છે તે વિષય છે. જે જ્ઞાનને મેહપરિણતિરૂપ વિષયવાળું માનીએ તે ગ્રહણ કરવારૂપ વ્યાપાર તે ઉપગેન્દ્રિય. પરંતુ તત્વાર્થભાષ્યમાં નિતીન્દ્રિયના બાહ્ય અને અભ્યન્તર ભેદ બતાવ્યા નથી પણ ઉપકરણેન્દ્રિયના બાહ્ય અને અભ્યતર એ બે ભેદ બતાવ્યા છે.