________________ જ્ઞાનાષ્ટક અનિવૃત્તિકરણના પ્રથમ સમયે જે છ અંતીત કાળે હતા, અત્યારે છે અને ભવિષ્ય કાળમાં હશે તે બધાની વિશુદ્ધિ સમાન–એક જ પ્રકારની હેય છે. બીજા સમયે પણ જે અતીતકાળે હતા, વર્તમાનકાળે હોય છે અને ભવિષ્યકાળ હશે તે બધા જીવોની વિશુદ્ધિ એકસરખી હોય છે. એ પ્રમાણે અનિવૃત્તિકરણના બધા સમયમાં જાણવું, પરંતુ પૂર્વના રાજ્ય કરતા પછીના સમયે અનન્તગુણ અધિક વિશુદ્ધિ હોય છે. એ પ્રમાણે છેલ્લા સમય સુધી સમજવું. આ કરણમાં એક સાથે પ્રવેશ કરેલા જીના અધ્યવસાયમાં પરસ્પર નિવૃત્તિ-ભિન્નતા હોતી નથી તેથી તે અનિવૃત્તિકરણ કહેવાય છે. અનિવૃત્તિકરણના જેટલા સમયે છે તેટલા જ અધ્યવસાયસ્થાનકો હોય છે અને પૂર્વ પૂર્વના અધ્યવસાયથી પછીના અધ્યવસાય અનન્તગુણ વિશુદ્ધ હોય છે. અનિવૃત્તિકરણના સંખ્યાના ભાગે ગયા પછી અને એક સંખ્યાતમો ભાગ બાકી હોય છે ત્યારે ઉદયસમયથી અન્તમુહૂર્ત માત્ર નીચે છેડીને મિથ્યાત્વનું અન્ડરકરણ કરે છે, અન્તકરણને કાળ અત્તમુહૂર્ત પ્રમાણ છે, અન્ડરકરણ કરતે ગુણશ્રેણિને સંખ્યાતમે ભાગ અન્ડરકરણના દલિકની સાથે ઉકેરે છે, ઉકેરીને તે કમંદલિક પ્રથમ સ્થિતિ અને બીજી સ્થિતિમાં નાંખે છે. એમ ઉદીરણા અને આગાલના બળથી 1 પ્રથમ સ્થિતિમાંથી દલિક ગ્રહણ કરીને ઉદયસમયમાં નાખે છે. તે ઉદીરણા અને અન્તરકરણની નીચેની બીજી સ્થિતિમાંથી કર્મલિક લઈને ઉદય સમયમાં નાંખે છે તે આગાલ કહેવાય છે. એ પ્રમાણે ઉદય અને ઉદીરણ વડે મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ અનુભવતા જ્યારે બે આવલિકા બાકી રહે છે ત્યારે આગાલની નિવૃત્તિ થાય