________________ માનસાર v પલ્યોપમના સંખ્યામાં ભાગ હીન સ્થિતિને બન્ધ કરે છે. સ્થિતિઘાત અને સ્થિતિબંધને એક સાથે આરંભ અને સમાપ્તિ પણ એક સાથે જ થાય છે. ગુણશ્રેણિનું સ્વરૂપ આ પ્રમાણે છે गुणसेढी निक्खेवो समये समये असंखगुणणाए। कर्मप्रकृति उप० गा० 15 ગુણશ્રેણિ-ઘાત કરવા ગ્ય સ્થિતિખંડના મધ્યમાંથી દલિક લઈને ઉદયસમયથી આરંભી પ્રતિસમય અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ નાંખે છે. ઉદય સમયમાં ચેડાં નાંખે છે, બીજા સમયમાં અસંખ્યાતગુણા, ત્રીજા સમયમાં અસંખ્યાતગુણ એમ અન્તમુહૂર્ત સુધીના સમયમાં નાંખે છે. આ પ્રથમ સમયે ગ્રહણ કરેલા કર્મદલને નાંખવાને પ્રકાર છે. એ પ્રમાણે બીજા ત્રીજા ઇત્યાદિ સમયે ગ્રહણ કરેલા કર્મદલિકને નાંખવાને પ્રકાર જાણો.એટલે પ્રથમ સમયે ડા, બીજા સમયે અસંખ્યાતગુણ, ત્રીજા સમયે અસંખ્યાતગુણા–એમ ગુણશ્રેણિના છેલ્લા સમય સુધી જાણવું. કર્મપુદ્ગલની રચના કરવા રૂપ ગુણશ્રેણિને કાળ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ બને કરણના કાળથી વિશેષ અધિક છે. પ્રથમ સમયે જેટલો ગુણશ્રેણિને કાળ છે તેને સમયે સમયે વેદવાથી ઓછો થાય છે, તેથી કમપુગલની રચના બાકી રહેલા સમયમાં થાય છે, પણ ગુણશ્રેણિની ઉપરના સમયમાં થતી નથી. એમ અપૂર્વકરયુનું સ્વરૂપ કહ્યું..