________________ જાનાર મિથ્યાત્વને ઉદય નિવારીને જીવ પથમિક સમ્યક્તવ પામે છે. એ સંબધે કહ્યું છે કે - मिच्छत्तुदए खीणे लहह सम्मत्तमोवसमियं सो। लंमेण जस्स लगभइ आयहियं अलद्धपुव्वं जं॥ - જ્યારે મિથ્યાત્વને ઉદય ક્ષીણ થાય છે ત્યારે જીવ ઓપશમિક સભ્યત્વ પામે છે. જેની પ્રાપ્તિથી પૂર્વે નહિ પ્રાપ્ત થએલા આત્માને હિતકારી અહલ્બત તત્વની શ્રદ્ધા વગેરે થાય છે. જેમ જન્માન્ય પુરુષને ચક્ષુની પ્રાપ્તિ થતાં અને મહાવ્યાધિથી પીડિત થએલા મનુષ્યને વ્યાધિ દૂર થતાં મહાન આનન્દ થાય છે, તેમ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી યથાવસ્થિત તત્ત્વને પ્રકાશ અને તાત્વિક આનન્દ થાય છે. અહીં સિદ્ધાન્તના મતે અપૂર્વકરણ છે, પણ ઉદીરણ હોય છે અને એક આવલિકા બાકી રહે છે ત્યારે ઉદીરણ પણ નિવૃત્ત થાય છે. ત્યારબાદ કેવલ ઉદય વડે આવલિકા પૂરી થયા પછી મિથ્યાત્વને ઉદય નિવૃત્ત થાય છે અને પરામિક સમ્યવ પામે છે. 1 સિદ્ધાન્તને મત આ પ્રમાણે છે-અનાદિ મિથ્યાદષ્ટિ તથાવિધ સામગ્રીના યોગે અપૂર્ણકરણ વડે ત્રણ પુંજ કરીને શુદ્ધ પુગલોને વેદત પશમિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યા સિવાય પ્રથમ જ ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. અને બીજો કોઈ જીવ યથાપ્રવૃત્તિ વગેરે ત્રણ કરણના ક્રમથી અન્ડરકરણ કરીને ઔપશમિક સમ્યકત્વ પામે છે, પરંતુ ત્રણ પુંજ કરતો નથી. ત્યારબાદ ઔપશમિક સમ્યકત્વથી પડી અવસ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. કર્મગ્રન્થને મત આ પ્રમાણે છે-બધાય મિથાદષ્ટિ પ્રથમ