________________ જ્ઞાનાષ્ટક ટીકામાં કહ્યું છે. તેથી પુસ્તક પત્રાદિમાં રહેલું તે આગમથી દ્રવ્યજ્ઞાન કહેવાય છે. અથવા વાચના, પૃચ્છના, પરાવતના અને ધર્મકથાદિ અનુપ્રેક્ષા–મનનરહિત દ્રવ્યજ્ઞાન છે અને વાળું અને સ્વપરનો વિવેક કરનાર છે. તેના જ્ઞાન, અવલોકન અને ભાસન વગેરે પર્યાય શબ્દ છે. તેમાં નૈગમ નય વડે ભાષાદિ કાનું જ્ઞાન છે. સંગ્રહ નયથી પુસ્તકાદિનું જ્ઞાન છે. ઋજુસૂત્ર નવડે તેના પરિણામ અને સંકલ્પરૂપ જ્ઞાન છે. અથવા નગમ નય વડે જ્ઞાનના હેતુભૂત વીર્ય, સંગ્રહનયવડે આત્મા, વ્યવહારનય વડે પશમથી થએલ જ્ઞાનના ભેદે, જુસૂત્રવડે યથાર્થ અને અયથાર્થ સ્વરૂપવાળ ઉભયરૂપ વર્તમાન બેધ, શબ્દ નવડે સમ્યગ્દર્શનપૂર્વક યથાર્થ અવધરૂપ, કાર્ય-કારણની અપેક્ષાવાળું સ્વપરપ્રકાશરૂપ સ્યાદ્વાદયુક્ત, અપિત-અપેક્ષા અને અનપિત (ભિન્ન અપેક્ષા) વગેરે સહિત સમ્યજ્ઞાન, સમધિરૂઢનયવડે સકલ જ્ઞાનના વાચક પર્યાય શબ્દોની ભિન્ન બિન અર્થમાં શક્તિની પ્રવૃત્તિરૂપ અને એવભૂતવડે અત્યાદિ જ્ઞાનના સ્વસ્વરૂપની પૂર્ણતા. વાસ્તવિક રીતે કેવલજ્ઞાન એ એવભૂત નયથી જ્ઞાન કહેવાય છે. તેમાં મિથ્યાદશનમાં વિપર્યાસ સહિત જ્ઞાન છે અને તે મહત્યાગનું કારણ નથી. એથી સમ્યગ્દર્શનપૂર્વક સ્વસ્વરૂપની ઉપાદેયતા અને પરભાવની હેયતાના ઉપયોગરૂપ સમ્યજ્ઞાન અહીં ગ્રહણ કરેલું છે અને તે જ સંસાર ઉપરની ઉદાસીનતાનું કારણ છે. એ સંબધે કહ્યું છે કે -