SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ધમનું ભાવિ કર૩ થ, ધરસામ્રાજ્ય ચળવળ : ઉપર શિૉધર્મની વિચારણા કરતી વખતે આપણે આ ધર્મવિચાર વિશે થોડી વાત કરી હતી. અહીંયાં આપણે એની રજૂઆત ધર્મ સમન્વયના એક પ્રયાસ તરીકે કરીએ. લગભગ ૧૯૪૦ની આસપાસ જાપાનમાં ટોયે હીકે કાગાવાએ એક નવી ચળવળની શરૂઆત કરી. આ ચળવળની વિશિષ્ટતા એ હતી કે એમણે એમાં વિવિધ ધર્મોની ભાવનાને સમાવેશ કર્યો. આ ચળવળને ઈશ્વરસામ્રાજ્ય ચળવળ તરીકે ઓળખાવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મ અનેક દેશોમાં પ્રસરેલ હોવા છતાં, જાપાનમાં કાગાવાએ જે ચળવળ શરૂ કરી છે અને સમાન ચળવળ બીજે ક્યાંય જોવા મળતી નથી. આમ, તે આ ચળવળ ગરીબના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ છે અને એથી ખાસ કરીને કામદાર અને ખેડૂતના ઉત્થાનને માટે એ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. સહકારી સોસાયટી દ્વારા માનવ ત્રાતૃભાવ ભાવના કેળવી, ઈશ્વરનું સામ્રાજ્ય સ્થાપી શકાય એવું આ ચળવળનું માનવું છે, અને એમ કરીને અખ્રિસ્તી સામ્યવાદને સામને કરી શકાય. ખ્રિસ્તી ધર્મને ઈશ્વરના સામ્રાજ્યવાદનો ખ્યાલ લઈને, કાગાવાએ જાપાનના મિકાડોની દૈવી ભાવના સાથે એને સમન્વય કરી, ઈશ્વરનું સામ્રાજ્ય પતીdદ્ધાર વિના સંભવિત નથી એમ કહી, સામાજિક પ્રવૃત્તિને પણ સાથે સમાવેશ કર્યો. આમ, એમણે તત્કાલીન સામાજિક વિચારધારામાંથી પતી દ્ધારને ખ્યાલ મેળવ્યો અને શિધર્મના મિકાડોના દેવત્વને ખ્રિસ્તી ધર્મના પ્રભુના સામ્રાજ્ય સાથે ભેળવી એક નવા જ વિચારની દેણ દીધી. આ ચળવળ કેવી ગતિ પ્રાપ્ત કરે છે તથા એનું સ્વરૂપ કેવું રહે છે, એ ભવિષ્યની એની પ્રગતિ અને વિકાસ પરથી અવેલેકવાનું રહેશે. છે. રામકૃષ્ણ વિચારધારા રામકૃષ્ણ પરમહંસનું નામ આધુનિક ધર્મ વિચારધારામાં મોખરે રહે છે. રામકૃષ્ણ વિશે ગાંધીજીએ કહ્યું છે.૮૮ The story of Ramkrishna Paramhans' life is a story of religion in practice. His life enables us to see God face to face. In this age of scepticism, Ramkrishna presents an example of a bright 9 ધી કચર હેરિટેજ ઓફ ઇન્ડિયા, ગ્રંથ , પા. 658
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy