SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન and a living faith which gives solace to thousands of men and women who would otherwise have remained without spiritual life. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં હિંદુસ્તાનની સાંસ્કૃતિક અવસ્થા વિશાદમય રહી છે. ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને ઉખેડવાના પ્રયાસો એકતરફે થતા રહ્યા તે બીજી તરફે એ સંસ્કૃતિ જાળવવાને માટે તેમ જ એના મૂળ વધુ સજજડ બને એ માટેના પ્રયાસો પણ થતા રહ્યા. ૧૯મી સદીની શરૂઆતમાં સ્વામી સહજાનંદ દ્વારા સ્થાપિત સ્વામીનારાયણ સંપ્રદાય, ઈ. સ. ૧૮૨૮માં રાજા રામમોહનરાય દ્વારા સ્થપાયેલ બ્રહ્મોસમાજ તેમ જ લગભગ ઈ. સ. ૧૮૬૭માં પાંડુરંગ, ભાંડારકર અને રાનડે જેવા વિચારો દ્વારા પ્રકૃત્તિમય બનેલ પ્રાર્થનાસમાજ તથા ઈ. સ. ૧૮૭૫માં સ્વામી દયાનંદ દ્વારા સ્થાપિત આર્યસમાજ, આના ઉદાહરણ તરીકે આપી શકાય. આ બધા પ્રયાસોને પરિણામે ભારતીય સંસ્કૃતિના હચમચેલા પાયા ઉખડતા અટક્યા. આમ છતાં, તે સમયના ભારતીય સમાજે બ્રહ્મોસમાજ અને આર્યસમાજને ઝાઝી મચક આપી નહિ. હિંદુસમાજનું ધર્મઅર્પિત માળખું મૂળભૂત રીતે પલટવાની સમાજ-સુધારકોની તમન્ના એમને આકરી શકી નહિ અને એથી રૂઢિચુરત ધાર્મિક અને નવા સુધારક વચ્ચે એક પ્રકારનું ઘર્ષણ રહ્યું. લગભગ આ જ તબકકે શ્રી રામકૃષ્ણ પરમહંસ પ્રત્યક્ષ થયા અને તેમના જીવન અને કાર્યને પરિણામે હિંદુ-નવસર્જનની પ્રક્રિયા શક્ય બની પોતે પ્રાપ્ત કરેલ આત્મ-સાક્ષાત્કારને પરિણામે એક ફિરસ્તા, પયગંબર અને સંતના વિશ્વાસથી એમનાં મંતવ્ય રજૂ કરતાં. ઈ. સ. ૧૮૩૬ના ફેબ્રુઆરીની અઢારમી તારીખે રામકૃષ્ણને જન્મ પશ્ચિમ બંગાળના હુગલી પરગણામાં રૂઢિચુસ્ત બ્રાહ્મણને ઘેર થયો હતો. એમનું શરૂઆતનું જીવન કંઈ ખાસ વિશિષ્ટ પ્રકારનું ન હતું. એમની 19 વર્ષની ઉંમરે એમના મોટાભાઈને કલકત્તા નજીક રાણરશ્મની નામની તવંગર પરંતુ પછાત જાતિની સ્ત્રીએ બંધાવેલ મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે નીમવામાં આવ્યા રામકૃષ્ણને એમના ભાઈ સાથે રહેવાનું થયું. પરંતુ, પોતાના રૂઢિચુસ્ત વિચારો સાથે એમને એ સુસંગત લાગ્યું નહિ. એમની 20 વર્ષની ઉંમરે એમના મોટાભાઈનું મૃત્યુ થતાં મુખ્ય પૂજારીપદ એમને શિરે આવ્યું. તે સમયથી એમના જીવનના અંતભાગ સુધી આ મંદિર જ એમનું રહેઠાણું તથા એમની આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું મુખ્ય
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy