________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન થિયોસોફીનાં મહત્વનાં મંતવ્યની ઉપર કરેલી રજૂઆતથી આપણે એ સ્પષ્ટ રીતે કહી શકીએ કે થિયોસોફી ઈશ્વરીય અંશને અને દેવતવને સ્વીકાર કરે છે, એટલું જ નહીં પરંતુ માનવ-વિકાસ અને માનવ–પૂર્ણતાની ઉત્ક્રાંતિને રવીકાર પણ કરે છે. આને અનુલક્ષીને થિયોસોફી કર્મ, પુનર્જન્મ, મેક્ષ, માનવીય સ્તર વગેરે અંગે પણ વિસ્તૃતપણે ખ્યાલ આપે છે. આ પુસ્તકની મર્યાદામાં એ બધાને વિગતવાર ઉલ્લેખ કરે શક્ય નથી. થિયે ફીનું મહત્વનું તત્વ રજૂ કરતાં એક પ્રવક્તાહ૮ કહે છે : માનવને આત્મા અમર છે અને એનાં વિકાસ અને ભાવિની અમર્યાદિત શક્યતાઓ છે. માનવજીવનને ઉત્પત્તિ આપનાર પરમતત્વ માનવમાં તેમ જ માનવની બહાર પ્રવર્તમાન છે તેમ જ તે નિત્ય, અમર તથા પરોપકારી છે. એ પરમતવને સાંભળી શકાતું નથી. પરંતુ જે કોઈ વ્યક્તિ એનું દર્શન કરવા ઈચ્છે છે, એટલે કે એને અનુભવ કરવા ઈચ્છે છે, તે એ પરમતત્વને અનુભવી શકે છે. પ્રત્યેક માનવીના જીવનનું ઘડતર એના પિતાના જ હાથમાં છે. માનવી પોતે જ પિતાને નિયમોને આધીન બનાવે છે, પિતાને માટે ગર્વ કે ગ્લાનિ કરે છે, અને પિતાના જીવનને પૂર્ણતામય કે મલિન બનાવે છે. વિવિધ ધર્મોના સમન્વયના પ્રયાસ તરીકે થિયોસોફી ઈશ્વરના સંચાલનની સમજ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે. વ્યક્તિ પોતાના ચારિત્ર્યનું ઘડતર ઈવરના સંચાલનના સિદ્ધાંત અનુસારનું કરી શકે તેમ જ અન્ય માનવજી પણ એવી જ રીતિ અખત્યાર કરી શકે એવો થિયે ફી મતવાદીઓને પ્રયત્ન હોય છે. વ્યક્તિગત મુક્તિ જ જે જીવનનું ધ્યેય હોય તે થિયે ફીમાં સંગઠનની આવશ્યકતા ભાગ્યે જ રહેત. કારણકે વ્યક્તિગત સિદ્ધિની પ્રાપ્તિ સમૂહગત સંગઠન દ્વારા ભાગ્યે જ સિદ્ધ થઈ શકે છે. આપણે ઉપર જોયું છે તેમ, થિયોસેફીને આદર્શ વ્યક્તિગત સિદ્ધિ નહીં, પરંતુ માનવસમાજના ઉત્થાનને રહ્યો છે અને એથી એની સિદ્ધિને માટે નિષ્ઠાપૂર્વક ઈશ્વરસેવા અને માનવ-ઉત્થાન પ્રાપ્ત કરવાના સંકલ્પબળવાળા નિષ્ઠાવાન કાર્યકરોમાં બંધુત્વભાવના જાગૃત કરી એમને સંગઠિત કરવાની આવશ્યકતા રહે છે. આથી જ થિયોસોફી એક ધર્મ સંગઠન તરીકે અસ્તિત્વ ધરાવે છે અને આગળ વધવા પ્રયત્નશીલ છે. 98 એજ, પા. 650