________________ 164 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આમ, સંત પલ બૌદ્ધિક રીતે જિસસનું કાર્ય આગળ ધપાવવાને માટે યોગ્ય હતા. પરંતુ હાર્દિક રીતે તેઓ એ માટે શી રીતે તૈયાર થયા એ એક પ્રશ્ન. છે. એમ કધાય છે કે એક વેળા એમને જિસસનાં દર્શન થયા. આથી એમનું હૃદયપરિવર્તન થયું અને એની સાથે જ એમનું ધાર્મિક પરિવર્તન પણ થયું. આથી જ ખ્રિસ્તી ધર્મમાં પરિવતનની પ્રક્રિયાને અગત્યનું સ્થાન આપવામાં આવે છે. જિસસના વધ પછી એમના થડા અનુયાયીઓનું નેતૃત્વ સંત પેલે લીધું અને પિતાના હૃદય અને મનથી ખ્રિસ્તી ધર્મને વ્યવસ્થિત કરવાનું, પ્રસારવાનું કાર્ય એમણે હાથ ધર્યું. જિસસે ઉપદેશેલા પ્રભુના સામ્રાજ્યના વિચારને વિકસાવવાને માટે એમણે ખાસ મહત્ત્વનું કાર્ય તે હિબ્રધર્મમાં જે “મસીયાહ”નું વચન અપાયેલું, તે જિસસના પ્રત્યક્ષીકરણમાં સિદ્ધ થાય છે એવું પ્રતિપાદન કરવામાં છે. વધુમાં સંત ઑલે એમ પણ કહ્યું કે જિસસનું મૃત્યુ એ તે એક બલિદાન છે, જે દ્વારક સમસ્ત માનવજાતિને પુનરુદ્ધાર થઈ શકે સંત પિલના વિવિધ ધર્મોના સંપર્કને પરિણામે ખ્રિસ્તી ધર્મના પ્રસારમાં સહાય થઈ છે. હિબ્રધર્મમાં, મિથેરિયન ધર્મમાં તેમ જ એલેકઝાંયિન ધર્મમાં રજુ થયેલ વિચારો અને વપરાયેલા શબ્દોનો એમણે ખ્રિસ્તી ધર્મમાં છૂટથી ઉપયોગ કર્યો. આમ કરવામાં સંત પેલે ખ્રિસ્તી ધર્મને એવી રીતે સમજાવ્યો, અને એવું વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું, જેથી સહજ રીતે એમ લાગે કે જે જે ધર્મના સંપર્કમાં ખ્રિસ્તી ધર્મ આવ્યું છે, એ બધા જ ધર્મોનાં મૂળ તવાનો એમાં સમાવેશ થાય છે. પરંતુ પ્રવર્તમાન ધર્મોનાં મૂળ તોના એકત્રીકરણમાં જ ખ્રિસ્તી ધર્મની સમાપ્તિ નથી. ખ્રિસ્તી ધર્મના પિતાના આગવા વિચારોની રજૂઆત પણ એમણે કરી. ખાસ કરીને સ્ત્રી સન્માન અને ગુલામ સહિતના પ્રત્યેક મનુષ્યને માટે સંપૂર્ણ સ્વાતંત્ર્યનો આમાં સમાવેશ થાય છે. સંત પંલ અથાગ શક્તિ ધરાવતા અને હંમેશા કાર્યરત એવા પ્રચંડ પ્રચારક હતા. આથી એમણે ખ્રિરતીધર્મના પ્રચારની વ્યવસ્થા કરી અને એમણે એને પ્રસાર વિવિધ દેશોમાં કર્યો. અહીંયાં ખ્રિસ્તી ધર્મના વિકાસનો બીજો તબક્કો પૂરે થાય છે. યુરોપ અને એશિયામાં પલે દેવળ સ્થાપ્યાં અને એમણે જે તે ધર્મસંઘ પર પત્ર પણ લખ્યા. આ પત્રમાં ખ્રિસ્તી ધર્મના વિચારની ઝાંખી અને આચરણની રજૂઆત કરવામાં આવેલી છે.